Not Set/ આ 6 કોચમાંથી કોઈપણ બની શકે છે ટીમ ઇન્ડિયાનો કોચ,શુક્રવારે થશે ઇન્ટરવ્યુ

મુંબઇ, હાલ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે કયા અનુભવીનો સાથ લેવો તેની શોધ ચાલી રહી છે.પૂર્વ ક્રિકેટર કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (સીએસી) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ કોણ બનશે તે ટૂંક સમયમાં નક્કી કરી લેશે. સીએસી સમક્ષ કોચ બનવા માટે અનેક ઉમેદવારોની અરજી આવી હતી.આ અરજીઓમાંથી સીએસીએ 6 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કર્યા હતા. હવે […]

Top Stories Sports

મુંબઇ,

હાલ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે કયા અનુભવીનો સાથ લેવો તેની શોધ ચાલી રહી છે.પૂર્વ ક્રિકેટર કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (સીએસી) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ કોણ બનશે તે ટૂંક સમયમાં નક્કી કરી લેશે.

સીએસી સમક્ષ કોચ બનવા માટે અનેક ઉમેદવારોની અરજી આવી હતી.આ અરજીઓમાંથી સીએસીએ 6 ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કર્યા હતા.

હવે સીએસી શુક્રવારે 6 શોર્ટ લિસ્ટેડ ઉમદેવારોના  ઇન્ટરવ્યૂ લેશે. આ ઉમેદવારો માઈક હેસન, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રી છે.

સોમવારે બીસીસીઆઈએ આ ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તારીખ અને ટાઈમની જાણકારી આપી દીધી હતી.

ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે 2000 લોકોએ અરજી કરી હતી જેમાં કેટલાંક પૂર્વ ક્રિકેટરો પણ હતા. પરંતુ તેમાં મોટા નામો બહુ ઓછા હતા.

આ 6 માંથી કોઈ પણ બનશે ટીમ ઇન્ડિયાનો કોચ

વર્લ્ડ કપમાં ભારતના દેખાવ પછી  રવિ શાસ્ત્રી ભારતનો હેડ કોચ બનવા હોટ ફેવરિટ છે. તે અત્યારે ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડિઝની ટુર પર છે એટલે સ્કાઇપે દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ટોમ મૂડી ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ઓલરાઉન્ડર છે. તે 6 વર્ષ માટે સનરાઇઝર્સ હૈદરાબાદનો કોચ રહી ચૂક્યો છે. તેના કોચિંગ હેઠળ હૈદરાબાદ 2016માં ચેમ્પિયન અને 2018માં રનરપ રહ્યું હતું.

વેસ્ટ ઇન્ડિઝનો પૂર્વ ઓપનર ફિલ સિમન્સ 2019ના વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનો કોચ હતો. અગાઉ તેના કોચિંગ હેઠળ વેસ્ટ ઇન્ડિઝ 2016માં ટી-20 ચેમ્પિયન બન્યું હતું.

લાલચંદ રાજપૂત ભૂતકાળમાં ઇન્ડિયા, ઇન્ડિયા-A અને અફઘાનિસ્તાનનો કોચ રહી ચૂક્યો છે. તે અત્યારે ઝિમ્બાબ્વે ક્રિકેટ સાથે જોડાયેલો છે.

રોબિન સિંહ પાસે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના આસિસ્ટન્ટ કોચ તરીકે કામ કરવાનો અનુભવ છે. તે કેરેબિયન પ્રીમિયર લીગમાં બારબોડર્સ ટ્રાઇડેંટ્સનો કોચ રહી ચૂક્યો છે. 2007થી 2009 દરમિયાન તે ટીમ ઇન્ડિયાનો ફિલ્ડિંગ કોચ રહ્યો હતો.

માઈક હેસન 2012થી 2018 દરમિયાન ન્યૂઝીલેન્ડનો કોચ હતો. 2015માં કિવિઝ પહેલી વાર ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.