કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણના હંમેશા વખાણ કરવામાં આવે છે, પરંતુ આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર લોકો તેમની શિષ્ટાચાર અને શાલીનતાના વખાણ કરતાં થાકતા નથી.
હકીક્તમાં, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નિર્મલા સીતારામન એક મહિલાને ઘર બનાવવાની ખાતરી આપતા જોવા મળી રહ્યા છે. તેણીની વાત સાંભળીને મહિલા ખુશ દેખાઈ રહી છે, તેમજ આસપાસના લોકોની વિશાળ ભીડ જમા થયેલી છે.
During @nsitharaman visit to Belgavi today her car was passing by the village a lady threw an application for reconstruction of her house in her car
But the car had passed ahead
She told the whole convoy to head back to the lady and then this happens….. pic.twitter.com/ufZiXPWn5d— Kamal लोचन (କମଲ) (@Kamallochanm) August 11, 2019
વીડિયો ત્યારનો છે, જ્યારે જ્યારે કેન્દ્રીય મંત્રી કર્ણાટકના પૂરગ્રસ્ત જિલ્લા બેલાગવીની મુલાકતે ગયા હતા. અને તેમની કાર પોતાના કાફલા સાથે પસાર થઈ રહી હતી. ત્યારે એક સ્થાનિક મહિલાએ તેમની કાર પર એક પત્ર ફેકયો હતો. જો કે, ગાડી આગળ વધી ગયી, અને પત્ર ગાડીની અંદર પડી ગયો॰
આ પછી, નિર્મલા સીતારામણે પોતાનો કાફલો પાછો વાળીને તે સ્ત્રી પાસે પોહચ્યા. કેન્દ્રીય મંત્રી એ મહિલાને મળ્યા અને તેની સમસ્યા સાંભળી. મહિલાએ કહ્યું કે તેણે પોતાનું ઘર ફરીથી બનાવવા માટે તેમની કાર પર એપ્લિકેશન ફેંકી હતી.
નિર્મલા સીતારામણે મહિલાની વાત સાંભળી અને તેને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જણાવ્યું અને કહ્યું કે અમે તમારું પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે તમારું મકાન બનાવી આપીશું. આ પછી, તેમણે બેગાલવીના ડીએમ સાથે મહિલાની મુલાકાત કરવી. અને કહ્યું કે, તમારું મકાન બનાવવાની જવાબદારી તેમની પર છે.
આ પછી સીતારામને પોતાની કારમાં થી એપ્લીકેશન માંગવી જે મહિલાએ તેની કારમાંથી ફેંકી હતી અને તેને ડીએમને સોંપવાનું કહ્યું હતું. આ દરમિયાન નિર્મલા સીતારમણની પ્રતિક્રિયા અને શૈલી જોઈને ત્યાં હાજર લોકોએ ખુશીથી તાળીઓ પાડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
