Not Set/ મોટાભાઇ, અમિત શાહના નેતૃત્વ હેઠળ, આ ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડશે ભાજપ !!!

ભાજપ આગામી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી,  ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ લડવા જઈ રહી છે. ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે આ ત્રણ રાજ્યો ભાજપ માટે ખૂબ મહત્વના છે. સ્પષ્ટ છે કે, આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ જ ભાજપને તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. મોટાભાઇ અમિત શાહના નેતૃત્વમાં […]

Top Stories India

ભાજપ આગામી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી,  ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ લડવા જઈ રહી છે. ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે આ ત્રણ રાજ્યો ભાજપ માટે ખૂબ મહત્વના છે. સ્પષ્ટ છે કે, આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ જ ભાજપને તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. મોટાભાઇ અમિત શાહના નેતૃત્વમાં જ ભાજપે લોકસભા ચુંટણીમાં પ્રચંડ વિજય  નોધાવીને 303 બેઠકો જીતી લીધી છે.

અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા બાદ જેપી નડ્ડાને કારોબારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દેશભરમાં નવા પ્રમુખ અને સંગઠનની ચૂંટણી માટે ભાજપે રાધા મોહન સિંહના નેતૃત્વ હેઠળ ચૂંટણી સમિતિની રચના કરી છે.

પરંતુ દેશભરમાં સંગઠનની ચૂંટણીમાં વિલંબ થતાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 15 ડિસેમ્બર પછી જ થવાની સંભાવના છે. જે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે તે મુજબ સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. મંડળ કક્ષાના પ્રમુખની ચૂંટણી 11 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જ્યારે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ની ચૂંટણી અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીઓ 1 થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.