પરિવારમાં કોઇ લાડકવાયું શહીદ થયું હોય, પછી તેના જ પગલે ચાલી ફોર્સ જોઇન્ટ કરવી તે જેવા તેવાનું કામ તો બિલકુલ નથી. આવુ જ કામ કર્યુ છે એક શહીદ વીરાની બહેને અને માટે જ કદાચ ભારતમાં નારીને પૂજવામાં આવે છે.

“જરા યાદ કરો કુરબાની” છત્તીસગઢમાં ગત ઓક્ટોબર -18માં અરનપુરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામા આવેલા ઓચિંતામાં આત્મધાતી હુમલામાં જીવ ગુમાવનાર આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ રાકેશ કૌશલ, તેનાં અન્ય 2 સાથી પોલીસ કર્મચારીઓ અને દુરદર્શન ટેલીવીઝનનાં કેમેરા પર્સન શહીદ થયા હતા. તે જ શહીદ વીરી આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ રાકેશ કૌશલની નાની બહેન કવિતા કૌશલે પણ પોતાનાં શહીદ ભાઇની જગ્યાએ જ પોલીસ ફોર્સ જોઇન્ટ કરી છે.

કોન્સ્ટેબલ કવિતા કૌશલે પોલીસ ફોર્સ જોઇન્ટ કરતાની સાથે ફોર્સને પોતાના ભાઇની બંધુક તેને આપવા માટેની વિનંતી કરી છે. કવિતાનું કહેવુ છે કે તેને તેના ભાઈની બંદૂક ફાળવવામાં આવે, તેણી તે જ બંધૂકથી નક્સલીઓનો સામનો કરી અને પોતાના ભાઈનાં મૃત્યુનો બદલો નક્સલીનો ખાતમો બોલાવી લેવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
