કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુરુવારે આખો દેશ જશ્ન-એ-આઝાદી (73મો સ્વતંત્રતા દિવસ) માં ડૂબી ગયા હતા. સોશિયલ મીડિયામાં સામાન્ય લોકોથી લઈને ખાસ લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરતા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર બે વીડિયોએ લાખો લોકોનું દિલ જીતી લીધુ. પહેલો વીડિયો અરુણાચલ પ્રદેશનો છે જેમા સ્કૂલનાં બાળકોનો રાષ્ટ્રગીત ગાતા દેખાઇ રહ્યા છે અને બીજો વીડિયો મંગલૂરૂની એક પ્રાથમિક શાળાનાં બાળકોનો છે. દેશનાં બંને છેડેથી આ બંને વીડિયોમાં એક વાત સમાન હતી તે હતુ રાષ્ટ્રગીત પ્રત્યે બાળકોનું સમર્પણ અને આદર. જો રાષ્ટ્રગાન સાંભળીને પણ તમે તમારી સીટ પરથી ઉભા થતા નથી તો તમારે આ બાળકોનો વીડિયો જરૂર જોવો જોઇએ.
પૂર્વોત્તર તરફથી આવતા શાનદાર અવાજો ઇન્ટરનેટમાં લોકોનું દિલ જીતી રહ્યા છે. વીડિયોમાં વિદ્યાર્થીઓનું એક જૂથ રાષ્ટ્રગીત ગાતુ દેખાઇ રહ્યુ છે, જે આંખો બંધ કરી અને ગીત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે બીજો છોકરો પોતાની બોલીમાં એક ગીત ગાતો હોય છે અને તેને જય હૈ જય હૈ ની સાથે સમાપ્ત કરી રહ્યો છે.
મંગલુરૂમાં એક પ્રાથમિક શાળાથી જે હ્રદયસ્પર્શી વીડિયોની નિર્દોષતા વાયરલ થઈ રહી છે, તેની માસૂમ હરકતોએ દરેક યૂઝર્સને પ્રભાવિત કર્યા છે. રાષ્ટ્રગીત દરમિયાન ભારે વરસાદ શરૂ થયો હતો પરંતુ મંગલુરુની એક પ્રાથમિક શાળાનાં બાળકો રાષ્ટ્રગીત ગાતા રહ્યા હતા, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શાળાનાં બાળકો ત્રણેય શિક્ષકોની સાથે વરસાદમાં પલડવાથી પણ અચકાતા નથી.
કર્ણાટકનાં મુડીપૂમાં સાંબર થોટા સ્થિત સરકારી શાળાનાં બાળકોનાં આ વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ધ્વજવંદન કર્યા પછી ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ બાળકોની દેશભક્તિ અને રાષ્ટ્રગીત પ્રત્યેનાં આટલા આદરે સોશિયલ મીડિયા યૂઝર્સની વાહ વાહી લૂંટી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
