750 કરોડના ખર્ચે જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવેલી SVP હોસ્પિટલ ને નવું નવ દિવસ કહેવત ને બરોબર ઉજાગર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો હોસ્પિટલના લોંચિંગ ને માત્ર આઠ મહિના જેટલો સમય ગાળો વિત્યો હોવા છ્તાય વારંવાર હોસ્પિટલ માં કઈ ને કઈ બેદરકારીની ઘટના સામે આવી રહી છે.
હાલમાં જ શહેરમાં પડેલા સમાન્ય વરસાદમાં જ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઈને 4 OT બંધ કરવાની ફરજ પડી છે. અને ગંભીર પરિસ્થિતીમાં ઓપરેશનની તાત્કાલિક જરૂરિયાત વાળા દર્દીઓ અટવાઈ પડ્યા છે. અને આ દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
SVP હોસ્પીટલમાં કુલ 32 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. જેમાંથી 16 ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવ્યા હતા. અને તેમાથી પણ 4 OT પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં હોસ્પિટલની અંદર કુલ 12 OT ચાલુ અવસ્થામાં છે.
અગાઉ પણ SVP હોસ્પિટલના 15 માં મળે પાણી ભરવાની ઘટના બની હતી. અને દર્દીઓમાં નાશભાગ મચી ગયી હતી, તો 2 ઓગસ્ટના રોજ હોસ્પિટલના બીજા માળની POP ની છત નીચે પાડવાની ઘટના સામે આવી હતી.
હમેશા તંત્ર દ્વારા “હવે આવી ઘટના નહીં બને તેની તકેદારી રાખવામા આવશે”- કહીને લૂલો બચાવ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
