Not Set/ અમદાવાદમાં ડોકટરનાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ સામે આવ્યો

અમદાવાદમાં ડોકટરનાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોલામાં વિવાદસ્પદ ડોકટર રાજ સોનીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર યુવતીને પરેશાન કરવી અને ધાકધમકી આપતા ડો. રાજ સોની વિરૂધ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમા ધાકધમકીના કેસમાં ચાર ફરિયાદ નોધાઇ છે. ત્યારે મહિલા તબબીને લઈ ડો. રાજ સોની […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં ડોકટરનાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સોલામાં વિવાદસ્પદ ડોકટર રાજ સોનીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર યુવતીને પરેશાન કરવી અને ધાકધમકી આપતા ડો. રાજ સોની વિરૂધ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમા ધાકધમકીના કેસમાં ચાર ફરિયાદ નોધાઇ છે. ત્યારે મહિલા તબબીને લઈ ડો. રાજ સોની અને ડો. રશેષ વચ્ચે થયેલ વિવાદ વચ્ચે પોલીસે ફરી ડોકટર રાજ સોનીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે.

 

રશિયામાં એમબીબીએસનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદ આવેલી યુવતીને 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી હેરાન પરેશાન કરતા રોમિયો ડોક્ટર રાજ સોનીની સોલા હાઈકોર્ટ પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી. રાજ અને મહિલા તબીબ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ અંગે મહિલા તબીબે સોલા હાઈકોર્ટ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.રાજ સોની વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાવી હતી.

હવે ફરી એક વખત મહિલા ડોકટરને ધાકધમકી આપવા બદલ સોલા પોલીસસ્ટેશનમાં ડોક્ટર રાજ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. અત્યાર સુધીમા ચાર ફરિયાદ ડોકટર વિરૂધ્ધ નોંધાઈ છે. ત્યારે પોલીસે આ વિવાદો વચ્ચે ફરી રાજ સોનીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.