ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવની આ વર્ષની અર્જુન એવોર્ડ્સ માટે પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે અર્જુન એવોર્ડ માટે 19 રમતવીરોની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામ મોકલ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પૂનમ યાદવનાં નામ શામેલ છે.
પેરા-એથ્લેટ્સ દીપા મલિક અને રેસલર બજરંગ પુનિયાને દેશના સર્વોચ્ચ રમત ગૌરવ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળશે. આ એવોર્ડ રમતગમતમાં મજબૂત પ્રદર્શન કરનારાઓને સન્માનના રૂપમાં આપવામાં આવે છે. આ માટે જુદા જુદા સ્પોર્ટ્સ બોર્ડ રમત-ગમત મંત્રાલયને ખેલાડીઓના નામ મોકલે છે.

મોટાભાગના ખેલાડીઓના નામની ભલામણ જેતે બોર્ડ દ્રારા કરવામાં આવે છે, જેમને આ એવોર્ડ મળે છે. આ પુરસ્કાર 1961 માં શરૂ થયો હતો અને વિજેતાને અર્જુનની પ્રતિમા સાથે 5 લાખ રૂપિયા મળે છે.

રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટના ત્રણેય બંધારણોમાં પોતાને સાબિત કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વનડે અને 42 ટી 20 મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તાજેતરમાં જ જાડેજાએ વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલ મેચમાં 59 બોલમાં 77 રન બનાવ્યા હતા. જો કે, તેમ છતાં, આ મેચમાં ભારતને 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

