Not Set/ પાટણ : તંત્રની અણઆવડતનાં કારણે 20 સોસાયટી પાણીમાં ગરકાવ થવાનો ભય

પાટણ શહેર ની મધ્યમાં શહેરીજનો માટે આનંદ પ્રમોદ માટે સુંદર “આનંદ સરોવર” બનાવવમાં આવ્યું છે. પણ પાલિકાની નિષ્કાળજી અને બેદરકારીને લઈ તેની હાલત કફોડી બની જવા પામી છે. હાલ સમગ્ર શહેરનું વરસાદી પાણી આનંદ સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જે ને લઈ સરોવરની પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આનંદ સરોવર પૂર્ણ ભરાઇ જાય […]

Gujarat Others

પાટણ શહેર ની મધ્યમાં શહેરીજનો માટે આનંદ પ્રમોદ માટે સુંદર “આનંદ સરોવર” બનાવવમાં આવ્યું છે. પણ પાલિકાની નિષ્કાળજી અને બેદરકારીને લઈ તેની હાલત કફોડી બની જવા પામી છે. હાલ સમગ્ર શહેરનું વરસાદી પાણી આનંદ સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જે ને લઈ સરોવરની પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

આનંદ સરોવર પૂર્ણ ભરાઇ જાય તેવી સ્થિતિમાં અને જો સરોવર ઓવરફ્લો થાય તો આવી સ્થિતિમાં વધારાનાં પાણીનાં નિકાલ માટે ત્યાં કેનાલ બનાવવા માં આવી છે. પરંતુ કેનાલનું લેવલિંગ ન થયું હોવાનાં પગલે પાણી બેક મારી રહ્યું છે. બાક મારી રહેલા પણીને પગલે અને સરોવરમાં સતત પાણીનો ભરાઓ થઈ રહ્યો હોય.

જો આ પાણી ઓવરફ્લો થાય તેવી સ્થિતિમાં હોવાથી અને જો આમ થાય તો સરોવરની આસપાસ આવેલ 20થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવાનો ભય તોળાઈ રહ્યો છે. અગાઉ પણ વરસાદ વધુ પડવાના કારણે આનંદ સરોવર નું પાણી ઓવરફ્લો થવા પામ્યું હતું અને સોસાયટી વિસ્તારોમાં પાણી ગરકાવ થયો હતો અને પારાવાર નુકશાની સહેવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલ પણ તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થતા, ત્યાંનાં રહીશોમાં ભય ઉભો થવા પામ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન