રાજધાની દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં જમ્મુ-કાશ્મીર અંગે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક મળી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ઘણા વરિષ્ઠ ગુપ્તચર અધિકારીઓ આ બેઠકમાં હાજર છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ખીણની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં ઘણા દિવસો ગાળ્યા બાદ અજિત ડોભાલ પાછા ફર્યા છે. તે ખીણની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કલમ 37૦ હટાવ્યા પછી, સરકારના નિર્ણય અંગે ખીણના લોકોનો અભિપ્રાય લેવા ડોભાલ ખીણમાં પોહચ્યા હતા.
ડોભાલ જમ્મુ-કાશ્મીરમાં 11 દિવસ ગાળ્યા બાદ દિલ્હી પરત ફર્યા છે. ડોભાલે ખીણની મુલાકાત લીધી હતી તેમની મુલાકાત સંબંધિત એક વીડિયો પણ બહાર આવ્યો હતો જેમાં તે સ્થાનિક લોકો સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. તેમણે શોપિયા માં સ્થાનિકો સાથે રાત્રિભોજન પણ કર્યું હતું.
Delhi: Meeting underway at Home Ministry, chaired by Home Minister Amit Shah. NSA Ajit Doval, Home Secretary Rajiv Gauba and senior intelligence officials present. pic.twitter.com/sxaDbdK7ex
— ANI (@ANI) August 19, 2019
જમ્મુની તેમની મુલાકાત દરમિયાન, ડોભાલે જમ્મુ-કાશ્મીરમાં સંબંધિત સુરક્ષા અધિકારીઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન, તે જમ્મુ-કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત વિસ્તાર અનંતનાગમાં પણ જોવા મળ્યા હતા. અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
