Not Set/ ગાંધીનગર : ભાજપનાં સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રખ્યાત લોકગાયકો જોડાયા ભાજપમાં

ભાજપનાં સદસ્યતા અભિયાનમાં જોડાવા ઘણા લોકગાયકોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જેમા દેશભરમાં જાણીતા બનેલા લોકગાયક હેમંત ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. આ સાથે ગાયક બંકિમ પાઠક પણ ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા છે. ભાજપનાં સદસ્યતા અભિયાન અંતર્ગત લોક ગાયક હેમંત ચૌહાણ પણ ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કર્યો […]

Gujarat

ભાજપનાં સદસ્યતા અભિયાનમાં જોડાવા ઘણા લોકગાયકોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જેમા દેશભરમાં જાણીતા બનેલા લોકગાયક હેમંત ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. આ સાથે ગાયક બંકિમ પાઠક પણ ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપમાં જોડાયા છે.

ભાજપનાં સદસ્યતા અભિયાન અંતર્ગત લોક ગાયક હેમંત ચૌહાણ પણ ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. આપને જણાવી દઇએ કે, ભાજપે સદસ્યતા અભિયાન અંતર્ગત 50 લાખ નવા સભ્યોને જોડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. નવાઇની વાત એ છે કે જેમા ભાજપ 35 લાખ લોકોને જોડી ચુકી છે. ભાજપનો ખેસ ધારણ કરતા લોકગાયક હેમંત ચૌહાણે કહ્યુ કે, કાશ્મીર આઝાદ થયુ તેનો મને હરખ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતનાં જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે પણ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઇ ચુક્યા છે. આપને જણાવી દઇએ કે, ભાજપની સદસ્યતા અભિયાનમાં ગાંધીનગર ખાતે 15 કલાકારો જોડાયા છે. જેમા હેમંત ચૌહાણ, લોકગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોકસાહિત્યકાર અમુદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, ગુજરાતી ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર, જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.