રાજકોટ ખાતે યોજાનારા મલ્હાર લોકમેળા ની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. ઉપરાંત 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી, આ વર્ષે ઇ-બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે. તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પુરવામાં આવશે.

મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહશે. તેમજ મેળાનાં સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. રાજકોટ શહેર ને 4જી એલ.ટી.ઇ. ની જે મંજૂરી મળેલી છે. તેનું પ્રથમ વાર એસ્ટિંગ મલ્હાર મેળા મા વિદેશી કંપની દ્વારા કરવામાં આવશે. મેળા માં બાળકો તેમના પરિવાર થી છૂટા પડી જતા હોય છે જેના નિવારણ રૂપે પ્રવેશ દ્વાર ખાતે જ બાળક ના નામ, સરનામાં સહિત ની વિગત આવરી લેતું આઈ કાર્ડ બાળકને પહેરવામાં આવશે. ઉપરાંત પિક પોકેટર્સ તેમજ મહિલાઓ ની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા અલગ ટીમ ની રચના કરાઈ છે.

મેળા ની ફરતે ટ્રાફિક તેમજ પાર્કિંગ ની સમસ્યા ન ઉદભવે તે માટે શહેર પોલીસ તેમજ મનપા દ્વારા 10 ફ્રી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ જરાય છે તેમજ રેસકોર્સ રિંગ રોડ ફરતે નો પાર્કિંગ જાહેર કરાયુ છે. ઉપરાંત લોકમેળા ની બહારના રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન નાતે 23 અધિકારી તથા 899 કર્મચારી એમ કુલ 922 માણસોનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
