Not Set/ લ્યો બોલો!! હવે પાકિસ્તાનને પ્રિયંકા ચોપડા પણ નડે છે, UNICEFમાં આવી કરી અરજી

ભારતનાં રક્ષામંત્રી દ્વારા થોડા દિવસો પૂર્વે જ પાકિસ્તન વિશે કહેવામાં આવ્યું હતું કે, “હે ભગવાન આવા પડોશી કોઇને ન આપતો” અને પાકિસ્તાન માટે આ વાત બરોબર લાગું પણ પડે છે તે પાકિસ્તાને આજે સાબિત પણ કરી દીધું છે. કાશ્મીર મામલે દુનિયાભરમાં ફાંફા અને ભીખ માંગી લીધી અને કાઇ હાથ ન લાગતા હવે પાકિસ્તાનને ભારતની ફિલ્મ એક્ટ્રસ […]

Top Stories India
ભારતનાં રક્ષામંત્રી દ્વારા થોડા દિવસો પૂર્વે જ પાકિસ્તન વિશે કહેવામાં આવ્યું હતું કે, “હે ભગવાન આવા પડોશી કોઇને ન આપતો” અને પાકિસ્તાન માટે આ વાત બરોબર લાગું પણ પડે છે તે પાકિસ્તાને આજે સાબિત પણ કરી દીધું છે. કાશ્મીર મામલે દુનિયાભરમાં ફાંફા અને ભીખ માંગી લીધી અને કાઇ હાથ ન લાગતા હવે પાકિસ્તાનને ભારતની ફિલ્મ એક્ટ્રસ પ્રિંયકા ચોપડા નડી રહી હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રિયંકા ચોપડા

વાત જાણે એમ છે કે, ભારતની પ્રિયંકા ચોપડા બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી, તેમજ યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર છે. પરંતુ પાકિસ્તાનનાં માનવાધિકાર પ્રધાન શિરીન મઝારીએ પ્રિયંકાનાં આ ઉમદા હેતુ સામે વાંધો ઉઠાવ્યો છે. યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા વિશે  શરિને યુનિસેફને ફરિયાદ કરી છે.

પાકિસ્તાનનાં આ પ્રધાન શિરીન મઝારીએ પ્રિયંકા ચોપડા મામલે UNICEFમાં ઓપચારિક પત્ર લખીને પ્રિયંકાને પદ પરથી હટાવવાની માંગ કરી છે. શિરીને આ પત્ર યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને લખ્યો છે. પત્ર દ્વારા શિરીને કહ્યું હતું કે ગુડવિલ એમ્બેસેડર હોવા છતાં, પ્રિયંકા ચોપરા જમ્મુ-કાશ્મીર અંગે ભારત સરકારના અધિકૃત વલણને જાહેરમાં સમર્થન આપી રહી છે.

પત્રમાં શિરીન મઝારીએ તે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે જેના પર પ્રિયંકા ચોપરાએ પોતાનો મત આપ્યો હતો. શિરીને પત્રમાં લખ્યું છે કે તમે પ્રિયંકા ચોપરાને યુએનની ગુડવિલ એમ્બેસેડર બનાવ્યા છે. કાશ્મીરમાં જે બન્યું તે ભારતની મોદી સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સંમેલનોનું ઉલ્લંઘન કરવાને કારણે બન્યું છે.

Twitter पर छबि देखें

શિરીનના ફરિયાદ પત્રમાં આ ઘટનાનો ઉલ્લેખ છે 

હકીકતમાં, પાકિસ્તાનના માનવાધિકાર પ્રધાને પોતાના પત્રમાં એ ઘટના ક્રમને આધારીત કર્યો છે, જેમાં એક પાકિસ્તાની નાગરિકે પ્રિયંકા ચોપડા પર પરમાણુ યુદ્ધ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.એ ઘટના મુજબ, પ્રિયંકા ચોપડા બ્યૂટીકોન સમારોહમાં ભાગ લેવા ગઈ હતી. ત્યાં એક પાકિસ્તાની મૂળની મહિલાએ પ્રિયંકા પર આરોપ લગાવ્યો કે, તે જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે. આના પર, પ્રિયંકા ચોપડાએ પોતાને દેશભક્ત ગણાવી અને ભારતીય સૈન્યની પ્રશંસા કરી, તેણીને યોગ્ય જવાબ આપ્યો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.