પી ચિદમ્બરમ લાઇવ અપડેટ્સ :CBI ની પાંચ ગાડીઓ હાલ પી. ચિદમ્બરમનાં ઘરે પહોંચી છે. મોટી સંખ્યામાં આધિકારીએ ચિદમ્બરમની ઘરપકડ કરવા ઘરે પહોંચી ગયા છે. પૂર્વ નાંણા મંત્રી પીય ચિદમ્બરમનો જોરાબાગમાં આવેલા નિવાસ સ્થાનનો ગેટ બંધ હોવાથી અધિકારીઓ ઘરની દિવાલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો.પૂર્વ નાંણામંત્રી સાથે આવુ અણ છાજતું વર્તન કરવા બદલ ત્યાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યા હતો.
CBI દ્વારા ચિદમ્બરમનાં ઘર પર કાલે પણ મોડી રાત્રે આ પ્રકારે આચાનક હલ્લો કરકવામાં આવ્યો હતો, તો આજે પણ ચિદમ્બરમ દ્વારા PC યોજ્યાની ગણતરીની ક્ષણોમાં આપ્રકારે દિવાલ ફાંદીને ઘરમાં પ્રવેશ કરી પુછપરછ કરવામાં આવી હોવાથી સામાન્ય માણસનાં મનમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આવુ કેમ શું પૂર્વ નાંણામંત્રી સાથે એવો એક ગુંડાછાપ જેવો વ્યવહાર ક્યાં સુધી વ્યાજબી છે.
![#Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ 6 pc #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ](https://api.mantavyanews.in/wp-content/uploads/2019/08/pc.png)
આ મામલે કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કર્યું છે કે “એજન્સીઓ દ્વારા ઘડવામાં આવેલું નાટક અને ભવ્યતા ફક્ત સનસનાટીભર્યા અને કેટલાકનાં વાયુવાદી આનંદને સંતોષવા માટે છે.”
![#Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ 7 જમ4 #Live Update #પી.ચિદમ્બરમ : ઘરની દિવાલ કુદી CBI દ્વારા પ્રવેશ, કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ](https://api.mantavyanews.in/wp-content/uploads/2019/08/જમ4.png)