Not Set/ જન્માષ્ટમીનાં પાવન પર્વને લઇને યાત્રાધામ શામળાજીમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ

જન્માષ્ટમીનાં પાવન પર્વને લઇને રાજ્યભરમાં પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જો યાત્રાધામ શામળાજીની વાત કરીએ તો આ જન્માષ્ટમીનાં પાવન પર્વને લઈને યાત્રાધામ શામળાજીમાં જોરશોરથી તૈયારીઓ જોવા મળી રહી છે. યુવક મંડળ દ્વારા 101 મટકીફોડનાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. નંદોત્સવનાં ભાગરૂપે 100 કિલો અબીલ ગુલાલની […]

Gujarat Others

જન્માષ્ટમીનાં પાવન પર્વને લઇને રાજ્યભરમાં પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જો યાત્રાધામ શામળાજીની વાત કરીએ તો આ જન્માષ્ટમીનાં પાવન પર્વને લઈને યાત્રાધામ શામળાજીમાં જોરશોરથી તૈયારીઓ જોવા મળી રહી છે. યુવક મંડળ દ્વારા 101 મટકીફોડનાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. નંદોત્સવનાં ભાગરૂપે 100 કિલો અબીલ ગુલાલની છોડો ઉડશે. શામળાજી મંદિરનાં દિવસભરનાં કાર્યક્રમની જો વાત કરીએ તો સમગ્ર દિવસ દરમિયાન સંતો અને ભજન મંડળ દ્વારા ભજન કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. યુવક મંડળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે શોભાયાત્રા સમગ્ર નગરમાં ફરશે.

પૌરાણિક માન્યતા મુજબ જન્માષ્ટમીના દિવસે કાન્હાને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ઇચ્છિત વરદાન આપે છે. આ પાવન પર્વમાં ભક્તો શામાળાજી ઉપરાંત મથુરા તરફ વળ્યા છે. કૃષ્ણ જન્મભૂમિ, પ્રેમ મંદિર, બાંકે બિહારી અને રાધારમણ મંદિર જઈને કૃષ્ણજીના દર્શન કરે છે. મુંબઇમાં આ વિશેષ પ્રસંગે કૃષ્ણ ભક્તો દહી હાંડીની રમત રમે છે અને ભગવાન કૃષ્ણને માખણથી સ્નાન કરે છે. ત્યારે ત્યાં જ ઘરની આસપાસના મંદિરોમાં કૃષ્ણજીની ઝરણા પણ મૂકવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.