જૂનાગઢનાં વંથલી નગરપાલિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ હિતેષ વડારીયા ઉર્ફે દીપક વડારીયાની સરાજાહેર હત્યા કરાઈ છે. ભાજપના આગેવાન એવા હિતેષ વડારીયાને અજાણ્યા શખ્સોએ માણાવદર રોડ પર છરી મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. હુમલાખોરો દ્વારા હિતેશ વડારીયાને ગળા પર છરીનાં ઘા ઝીકવામાં આવ્યા હોવાથી હત્યારે હત્યાની જ ફિરાકમાં હોવાનું અને પૂરી રેકી કરી આ કામ પાર પાડ્યાની ચર્ચા સાંભળવામાં આવી રહી છે.
ભાજપનાં આગેવાન અને યુવા નેતાની આ રીતે સરેજાહેર હત્યા કરવામા આવતા રાજકીય સન્નાટો છવાઇ ગયો છે. હત્યારાઓ દ્વારા આ પ્રકારે હત્યા કરવામા આવી છે બચવાનો અને બચાવનો કોઇ ચાન્સન રહે. ગળાનાં ભાગે કરકવામાં આવેલા તીક્ષણ હથિયાર દ્વારા હુમલાનાં કારણે ઘટના સ્થળ પર લોહીનાં ખાબોચીયા ભરાય ગયા હતા એટલું લોહી વહી જવા પામ્યું તું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
