Not Set/ ધારાસભ્યની દિકરી અને તેના પતિનાં હાઈકોર્ટની બહાર અપહરણની વાત ખોટી, કોર્ટમાં હાજર રહ્યા હતા દંપતિ

બરેલીનાં ભાજપ ધારાસભ્યની દિકરી સાક્ષી મિશ્રા અને તેમના પતિ અજિતેશનું સોમવારે ઇલાહાબાદ હાઈકોર્ટની બહાર અપહરણ કરી દેવામાં આવ્યુ હોવાની ઘટના એક અફવા સાબિત થઇ છે. મળી રહેલી જાણકારી અનુસાર, તેમનું અપહરણ કરવામાં નથી આવ્યુ. તે કોર્ટમાં સુનવણી સમયે હાજર હતા. આપને જણાવી દઇએ કે, સાક્ષી અને અજિતેશનાં મામલાની સુનવણી હવે પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટથી […]

Top Stories India

બરેલીનાં ભાજપ ધારાસભ્યની દિકરી સાક્ષી મિશ્રા અને તેમના પતિ અજિતેશનું સોમવારે ઇલાહાબાદ હાઈકોર્ટની બહાર અપહરણ કરી દેવામાં આવ્યુ હોવાની ઘટના એક અફવા સાબિત થઇ છે. મળી રહેલી જાણકારી અનુસાર, તેમનું અપહરણ કરવામાં નથી આવ્યુ. તે કોર્ટમાં સુનવણી સમયે હાજર હતા. આપને જણાવી દઇએ કે, સાક્ષી અને અજિતેશનાં મામલાની સુનવણી હવે પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટથી બહાર નિકળવા દરમિયાન અજિતેશની સાથે મારા મારી કરવામાં આવી, જેના પર કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પોલીસને પ્રેમી યુગલને સુરક્ષા આપવાનો આદેશ આપી દીધો છે. હાઈકોર્ટે લગ્નને લઇને રજૂ કરવામા આવેલા દસ્તાવેજોને સાચા માન્યા છે. તેમના લગ્નનાં દસ્તાવેજ નકલી હોવાની ચર્ચાને કોર્ટે વખોડી દીધી છે.

સાક્ષી મિશ્રાએ આંતરજાતીય લગ્ન કર્યા હતા, જે પછી તેણે પોતાના પિતા ભાજપનાં ધારાસભ્ય રાજેશ મિશ્રાથી જીવનો જોખમ હોવાનુ બતાવ્યુ હતુ. આ ઘટના ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રાની દિકરી સાક્ષી મિશ્રા અને તેમના પતિ અજિતેશ કુમારની કોર્ટમાં હાજર થવાના થોડા કલાકો પહેલા 8.30 વાગે બની હતી. પ્રત્યક્ષદર્શિઓનું કહેવુ છે કે, યુવા દંપતિને કોર્ટનાં ગેટ નંબર-3ની બહાર દેખવામાં આવ્યા હતા, ત્યારે એક કાળા રંગની એસયૂવી આવી અને બંદૂક બતાવીને દંપતિને ખેંચીને લઇ ગઇ હતી. પરંતુ આ ઘટનામાં જે દંપતિ હતી તે કોઇ અન્ય હતી.

આપને જણાવી દઇએ કે, સાક્ષીનાં અજિતેશને ચાર જુલાઈનાં રોજ પ્રસિદ્ધ રામ જાનકી મંદિરમાં લગ્ન કરવાના વિવાદે 12 જુલાઈએ એક નવો ટર્ન લીધો, જ્યારે મંદિરનાં પુજારીએ લગ્ન થયા હોવાની વાતથી ઇનકાર કરી દીધો. ઈલાહાબાદ હાઈકોર્ટે દંપતિ દ્વારા દાખલ એક અરજી પર સુનવણી માટે સોમવારનો દિવસ નક્કી કર્યો હતો. જે પોતાના જીવનને ખતરામાં નાખી મિશ્રા અને તેમના લોકોથી ડરતા છુપાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અજિતેશ કુમારનાં પિતા હરીશ કુમારે કહ્યુ હતુ કે, તેમને દંપતિનાં ઠેકાણાની કોઇ ખબર નહોતી અને તેમનો પરિવાર પણ પોતાના જીવનુ જોખમ હોવાના ખતરાની આશંકાને લઇને બરેલી છોડી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન