PM નરેન્દ્ર મોદીને શનિવારે બહિરીનના મનામામાં ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે બહરીનના રાજા હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. વડા પ્રધાન મોદીની બહરીન મુલાકાત પણ મહત્વની છે કારણ કે તેઓ આ દેશની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડા પ્રધાન છે.
વડા પ્રધાન કચેરીએ એક ટવીટમાં જણાવ્યું છે કે, વડા પ્રધાન મોદીને ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ થી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેની જાહેરાત બહિરીનના શાહે કરી હતી.
આ સન્માન મળ્યા પર પીએમ મોદીએ કહ્યું કે હું ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ મેળવીને ખૂબ જ સન્માનિત અને ભાગ્યશાળી અનુભવું છું. મારા અને મારા દેશ વતી તમારી મિત્રતાનું હું સમાન રીતે સન્માન કરું છું. હું 1.3 અબજ ભારતીયો વતી નમ્રતાપૂર્વક અને આદરપૂર્વક આ પ્રતિષ્ઠિત સન્માનને સ્વીકારું છું.
PM Modi in Bahrain: It is an honour for entire India. This is a symbol of the close and friendly relations between the Kingdom of Bahrain and India. https://t.co/VrxPXnBpwe
— ANI (@ANI) August 24, 2019
અવકાશ તકનીક અને સાંસ્કૃતિક વિનિમય પર ભારત-બહિરીન કરાર
ભારત અને બહરીને પણ અંતરિક્ષ તકનીક, આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ (આઈએસએ) અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે શનિવારે દ્વિપક્ષીય વાટાઘાટો પર સહમતી દર્શાવી હતી. દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિમાણને વિસ્તૃત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બહિરીનના વડા પ્રધાન શેહજાદા ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
Prime Minister Narendra Modi meets Crown Prince of Bahrain, Salman bin Hamad bin Isa Al Khalifa in Manama. pic.twitter.com/SN8iFiLAKc
— ANI (@ANI) August 24, 2019
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક ટવીટમાં જણાવ્યું છે કે, દ્વિપક્ષીય વાટાઘાટમાં સહકારના નવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી છે. ભાગીદારી વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શેહજાદા ખલીફા બિન સલમાન અલ ખલીફાની હાજરીમાં સંસ્કૃતિ, અવકાશ, આઈએસએ અને રૂપે કાર્ડ્સ જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જો કે આ પહેલા પણ પ્રતિનિધિ મંડળની વાતચીત થઈ હતી. બંને પક્ષોએ આઈએસએને સહયોગ આપવા સંમતિ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
