ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની અંતિમ વિધિમાં સામેલ થવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય 4 નેતાઓ દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભાજપના નેતા અને પૂર્વ નાણાં મંત્રી અરૂલ જેટલીનું લાંબી બીમારી બાદ દિલ્હી AIIMS ખાતે નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સેમીથી હોસ્પીટલમાં દાખલ હતા. તેમણે ગઈ કાલે 12.7 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીના નિધનથી ભાજપ સહિત દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર દેશમાંથી ભાજપના નેતા અને કાર્યકર્તાઓ તેમણે શ્રધ્ધાંજલિ આપવા માટે દિલ્હી જઇ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય ભાઈ અને અન્ય 4 નેતાઓ પણ તેમની અંત્યેષ્ઠીમાં સામિલ થવા માટે દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. જ્યાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે જેટલીના પાર્થિવ દેહના દર્શન કરીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે.
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, અમારા દિગ્ગજનેતા અરુણ જેટલીજીની આજે અંતિમક્રિયા છે, અમે 5 લોકો વિજયભાઈ, પ્રદીપસિંહ, ભુપેન્દ્રસિંહ, ભીખુભાઇ અને હું એમ પાંચ લોકો, ગુજરાત સરકાર અને ભાજપ પક્ષ તરફથી દિલ્હી જ્જઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જેટલીજી રાજ્યસભાના ગુજરાતથી સાંસદ હતા અને અનેક વખત પ્રભારી પણ રહ્યા અને GST જેવો કાયદો જેટલીજીએ સફળતા પૂર્વક લાગુ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશ
