નવસારીના નાંધઈ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ઔરંગા નદીમાં ડૂબી જતાં એક ઇસમનું મોત નીપજયું છે.
મળતી માહિતી પ્રમાણે , ઔરંગા નદી કિનારે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. અને પોલીસે ત્યાં જ રેડ પાડી હતી. અચાનક જ પોલીસ ને આવેલી જોઈને જુગાર રમી રહેલા તમામ 5 થી 6 લોકો ત્યાંથી ભાગ્યા હતા.
આ તમામ ઇસમો પોલીસને જોઈને નદી તરફ દોડ્યા હતા અને નદીમાં પડ્યા હતા. જોકે પોલીસે બહાર આવતા તમામ ને ઝડપી પડ્યા હતા. પરંતુ એક સખ્શ નદીમાં ડૂબી ગયો હોવાની જાણ પોલીસને મોદી રાત્રે થઈ હતી.
તાત્કાલિક ધરમપુર ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે રેસક્યું ઓપરેશન હાથ ધાર્યું હતું. અને વહેલી સવારે ધર્મપુર ફાયર વિભાગને એક લાશ હાથ લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
