Not Set/ લાલુ-પુત્ર તેજ પ્રતાપ યાદવે ધર્યું ભગવાન કૃષ્ણનું રૂપ… ફોટો થયા વાયરલ

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન તેજ પ્રતાપ યાદવનો નવો દેખાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મધ્યરાત્રિએ તેજ પ્રતાપ કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો. આ સમય દરમિયાન તેણે વાંસળી પણ વગાડી હતી. મળતી માહિતી મુજબ ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે શનિવારે રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની તેમના  સત્તાવાર નિવાસસ્થાને […]

Top Stories India

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન તેજ પ્રતાપ યાદવનો નવો દેખાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મધ્યરાત્રિએ તેજ પ્રતાપ કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો. આ સમય દરમિયાન તેણે વાંસળી પણ વગાડી હતી.

મળતી માહિતી મુજબ ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે શનિવારે રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની તેમના  સત્તાવાર નિવાસસ્થાને પૂજા અર્ચના કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ઘણા મિત્રો અને પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

આ પ્રસંગે પટના ઇસ્કોન મંદિરના કલાકારોએ ભજનોની રજૂઆત કરી હતી. શનિવારે તેજ પ્રતાપે કૃષ્ણનો વેશ ધારણ કર્યા બાદ વાંસળી પણ વગાડી હહતી અને તે ફોટો સોશિયલ મીડિયા પર પણ મૂક્યા હતા.  અને લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.

થોડા દિવસો પહેલા તેમણે મહાભારતની ઘટના સાથે સંબંધિત એક તસવીર પોતાની ફેસબુક પર મૂકી હતી, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ગીતા શીખવતા નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પૂર્વે જ તેજ પ્રતાપ યાદવે ભગવાન શિવના રૂપમાં પટનાના એક મંદિરમાં પૂજા કરી હતી. આવી જ રીતે સરસ્વતી પૂજા પ્રસંગે પણ તેજ પ્રતાપ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.

જ્યારે તેજ પ્રતાપ યાદવે મકરસંક્રાંતિના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનું રૂપ લીધું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમની જલેબી તળતો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.