Not Set/ ગુજરાતમાં એકવાર ફરી વરસાદી માહોલ, આવતા બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એકવાર ફરી વરસાદી માહોલ દેખાઇ રહ્યો છે. ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લામાં સવારથી જ આકાશમાં કાળા વાદળો મંડરાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોનાં વિરામ બાદ મેઘરાજા ફરી મન મુકીને વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં આવનારા બે થી ત્રણ દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. […]

Gujarat Others

ગુજરાતમાં એકવાર ફરી વરસાદી માહોલ દેખાઇ રહ્યો છે. ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લામાં સવારથી જ આકાશમાં કાળા વાદળો મંડરાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોનાં વિરામ બાદ મેઘરાજા ફરી મન મુકીને વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં આવનારા બે થી ત્રણ દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગની માનીએ તો આવતા બે દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદી પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી મેઘાની મહેર જોવા મળતા લોકોમાં ખુશી દેખાઇ રહી છે.  રાજ્યમાં સોમવારથી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી પહેલાં જ રવિવારે ગુજરાતનાં અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે. રાજ્યમાં ઘણા વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડ્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.

વરસાદનાં લાંબા વિરામ બાદ રાજ્યનાં ઘણા વિસ્તારોમાં લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. જેમા ખેડબ્રહ્મામાં અને અરવલ્લી જિલ્લામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઇ કાલે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. યાત્રાધામ શામળાજીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આ સિવાય મોડાસા, સાબરકાંઠાનાં વડાલી પંથક, વિજયનગર પંથક, ઇડરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.