રાજપીપળાની સિવિલ હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ છે. રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે.
હોસ્પિટલમાં નવજાત બાળકોના વિભાગમાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે દાખલ કરાયેલા સાતેય નવજાત બાળકોનો આબાદ બચાવ થયો છે. હોસ્પીટલમાં નર્સની સતર્કતા ને કારણે સાતેય બાળકો મોતના મુખમથી બચી ગયા છે.
મળતી માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટ ને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. હોસ્પિટલની બેદરકારીના કારણે નવજાત બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.
.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
