ગુજરાતામાં ફરી સક્રિય થયેલી વરસાદી સિસ્ટમનાં કારણે અને ગુજરાતનાં સરહદી રાજ્યોમાં વ્યાપક વરસાદનાં કારણે અનેક નાનાથી માંંડીને મોટા કહી શકાય તેવા ડેમ ઉપરાંત અનેક નદી-નાળા અને તળાવો ઉભરાય આવ્યા છે. ત્યારે છોટાઉદેપુર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા પાવીજેતપુરનાં ભીખાપુરા પાસેનાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે. લોકો જીવના જોખમે કોઝ વે પરથી વાહન પસાર કરી રહ્યા છે. તો બીજી તરફ છોટાઉદેપુરનાં નસવાડીનાં ગઢ બોરીયાદ નજીક આવેલા કોઝ વે ઉપર પાણી ફરી વળ્યા છે.
કોઝવે પરથી લોકો વાહનો સાથે જીવનાં જોખમે પસાર થાય છે. અને મુશ્કેલીને નોતરું આપી રહ્યા છે. ત્યારે ગઢ બોરીયાદ નજીક આવેલા કોઝ વે પરથી એક કરા દ્વારા પસાર થવાની કોશિશ કરવામાં આવી હતી. પાણીનો પ્રવાહ અત્યંત વેગીલો હોવાને કારણે કાર કોઝવે પર વહેતા પણીમાં ફસાઇ ગઇ. કાર તો ફસાઇ પણ કારમાં સવાર ચાર મુસાફરો પણ ફસાયા અને જીવ પડીકે ચોંટી ગયા હતા. પાણીનાં વેગનાં કારણે કાર તણાઈ રહી હતી અને અંદર ફસાયેલા લોકો ધીમી ગતિ સાથે મોત તરફ આગળ ખસકી રહ્યા હતા.
ઘટના જોઇ ઉધારકની જેમ ગામવાળા ત્યાં દોડી આવ્યા હતા અને દિલ ધડક રેસ્ક્યુ શરુ કરવામાં આવ્યું. પાણીનો વહેણ આટલો વેગીલો હતો કે એક સાથે ચાર-ચાર લોકોને બચાવવા મહા મુસીબતનું કામ હતું. દિલ ધડક રેસ્ક્યુ સાથે ગ્રામજનો દ્વારા આખરે ચારેચ લોકોને હેમખેમ બચીવી લોવામાં આવ્યા હતા. રેસ્ક્યુને જોઇને તમને પણ એકવાર થઇ જશે કે આને કહેવાય મોતનાં મુખમાંથી બહાર આવવું.
જુઓ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો દિલ ધડક વિડીઓ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
