Not Set/ ભાવનગર : ચાડા ગામ પાસે ડૂબી જવાની ગોઝારી દુર્ઘટનામાં દેવીપૂજક સમાજનાં 5 લોકોનાં મોત

ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં જુના રતનપર ગામ પાસે ગોઝારી દુર્ઘટના સામે આવી છે. એક સાથે એક જ સમાજનાં પાંચ લોકોનાં મોતથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વલ્લભીપુર તાલુકાનાં જુના રતનપર ગામનાં દેવીપૂજક સમાજનાં ખેત મજૂરો બપોરનાં ભોજન બાદ ચાડા ગામે થી પસાર થતી કેરી નદીનાં ખાડામાં ભરાયેલ વરસાદી પાણીમાં ન્હાવા પડતા હતા. નદીનાં ખાડામાં […]

Top Stories Gujarat Others

ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં જુના રતનપર ગામ પાસે ગોઝારી દુર્ઘટના સામે આવી છે. એક સાથે એક જ સમાજનાં પાંચ લોકોનાં મોતથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

વલ્લભીપુર તાલુકાનાં જુના રતનપર ગામનાં દેવીપૂજક સમાજનાં ખેત મજૂરો બપોરનાં ભોજન બાદ ચાડા ગામે થી પસાર થતી કેરી નદીનાં ખાડામાં ભરાયેલ વરસાદી પાણીમાં ન્હાવા પડતા હતા.

પ્રતિકાત્મક ફોટો

નદીનાં ખાડામાં ન્હાવા પડેલા લોકોમાં 10 ડૂબ્યા હતા. ડૂબેલા 10 લોકોમાંથી 5 વ્યક્તિને સ્થાનિક તરવૈયા દ્વારા બચાવી લેવાયા હતા. પરંતુ દુર્ભાગ્યે ડૂબવાની આ ગોઝારી ઘટનામાં 2 યુવક તથા 1 આધેડ અને 2 યુવતી મળી 5 વ્યક્તિનાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા.

મરણજનારમાં 2 યુવકો 18 વર્ષનાં હોવાનું અને તેના નામ મહેશ અને ગોપાલ હોવાનું સામે આવે છે. ત્યારે 1 આધેડ અંદાજે 50 વર્ષ ગીધાભાઈ અને 1 યુવતી 18 વર્ષ ભાવના તથા 1 યુવતી 13 વર્ષ નિશા હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતિકાત્મક ફોટો

નાનકડા ગામ પાસે એક સાથે પાંચ-પાંચ લોકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાની ઘટનાથી ચાડા ગામ અને આ ખેત મજૂરો જે ગામનાં હતા તે જુના રતનપર ગામમાં સોંપો પડી ગયો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.