પંડિત દીનદયાલ ઉપાદ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટીનાં 7માં પદવીદાન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી અને પ્રખર બિઝનેસ ટાઇકુન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબિણી દ્વારા કહેવામાં આવ્યું કે, બે વર્ષથી પણ ઓછા ગાળામાં ભારત મોબાઇલ ઇન્ટરનેટ ડેટાના વપરાશમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોચી ગયું છે. આગામી 24 મહિનામાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT), બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિની અન્ય ટેક્નોલોજી અપનાવવામાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે.
આવું કહ્યુું મુકેશ અંબાણીએ……

આપને જણાવી દઇએ કે હાલમાં જ એરટેલ, વોડાફોન અને આડિયા સહિતની નેટવર્ક કંપનીઓને પછાડી રિલાયન્સ જીઓ નંબર વન પર પહોંચી ગયું છે. જીઓ દ્વારા દેશમાં મોબાઇ ઇન્ટરનેટનાં વપરાશમાં ક્રાન્તિકારી ફેરવારો લાવી દેવામાં આવ્યા હતા. ત્યારે મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ ખેડૂતોની આવક બમણી કરવા, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગસાહસિકોને સમૃદ્ધ બનાવવા, આપણા શહેરો અને ગામોને વધુ સ્માર્ટ બનાવવા માટે પણ મદદરૂપ થશે.
PDPUના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, આ યુનિવર્સિટીને 12 વર્ષ થયા છે તેમ છતાં તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અભ્યાસક્રમ દેશ અને દુનિયાની ટોચની શૈક્ષણિક સંસ્થાઓથી ચડિયાતું છે. અમારા પ્રયત્નો એવા છે કે અમે આવતા દસકામાં PDPUને વિશ્વની ટોપ 100 યુનિવર્સિટીમાં સ્થાન અપાવી શકીએ.
કેન્દ્ર સરકારે આપી 257 કરોડની સહાય……..

પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર તેના વિવિધ કાર્યક્રમો, રિસર્ચ, સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન સહિતની કામગીરી માટે 275 કરોડ ફાળવશે. આ ઉપરાંત અહી IRS અને PDPUની સંયુક્ત પહેલથી નવા કોર્સ પણ શરુ કરવામાં આવશે.
ગુજરાત સરકારે PDPU માટે ફાળવી વધુ જમીન…….
કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ રાજ્ય સરકાર તરફે શરૂથી જ PDPUના વિકાસ માટે સક્રિયતા દાખવી છે. ત્યારે ભવિષ્યનાં વિસ્તરણ માટે તાજેતરમાં જ યુનિવર્સિટીને વધુ જમીન પણ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય સરકાર તરફથી સમયાંતરે જરૂર મુજબ આર્થિક સહયોગ પણ આપવામાં આવે જ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
