Not Set/ યુપીમાં મિડ-ડે મીલમાં મીંઠુ-રોટલી આપવાનો ખુલાસો કરનાર પત્રકારની વિરુદ્ધ કેસ નોંધાયો

ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુરમાં પ્રાથમિક શાળામાં મિડ-ડે ભોજન યોજના હેઠળ બાળકોને મીઠાની રોટલી ખવડાવવાનાં સમાચાર પ્રકાશિત કરનાર એક પત્રકાર અને ગામનાં વડાનાં પ્રતિનિધિ સહિત ઘણા લોકો સામે સરકારની છબીને દૂષિત કરવાનો ‘નિંદાત્મક પ્રયાસ’ નાં આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગનાં વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, એક હિન્દી દૈનિકનાં સ્થાનિક પત્રકાર પવનકુમાર જયસ્વાલ, ગામનાં વડા […]

Top Stories India

ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુરમાં પ્રાથમિક શાળામાં મિડ-ડે ભોજન યોજના હેઠળ બાળકોને મીઠાની રોટલી ખવડાવવાનાં સમાચાર પ્રકાશિત કરનાર એક પત્રકાર અને ગામનાં વડાનાં પ્રતિનિધિ સહિત ઘણા લોકો સામે સરકારની છબીને દૂષિત કરવાનો ‘નિંદાત્મક પ્રયાસ’ નાં આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ વિભાગનાં વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, એક હિન્દી દૈનિકનાં સ્થાનિક પત્રકાર પવનકુમાર જયસ્વાલ, ગામનાં વડા અને અન્ય અજાણ્યા લોકોનાં પ્રતિનિધિ રાજકુમાર પાલ વિરુદ્ધ કાવતરું ઘડી રચવા, સરકારી કામમાં અવરોધ ઉભો કરવા, ખોટી બાબતોને તથ્ય રૂપે રજૂ કરવા અને ખોટી રીતે સરકારની ઈમેજને ખરાબ કરવાના ‘નિંદાત્મક પ્રયાસ’ નાં આરોપ હેઠળ આહિરૌરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસ ગત 31 ઓગષ્ટનાં રોજ ખંડ શિક્ષણ અધિકારી પ્રેમશંકર રામની ફરીયાદ ઉપર નોંધવામાં આવ્યો છે. મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો કે પત્રકાર પવને સરકારને બદનામ કરવાના સુનિશ્ચિત ષડયંત્રનાં ભાગ રૂપે શાળામાં આ વીડિયો બનાવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, 22 મી ઓગષ્ટનાં રોજ, મિરઝાપુરનાં જમાલપુર વિકાસ ખંડમાં આવેલી સિયૂર પ્રાથમિક શાળાની આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, જિલ્લા પ્રશાસને તેની તપાસ કરી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ દોષી હોવાનું માનીને બે શિક્ષકો મુરારી અને અરવિંદકુમાર ત્રિપાઠીને સસ્પેન્ડ કર્યા હતા.

હવે પત્રકાર અને તે જ કેસનો ખુલાસો કરનારા અન્ય લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, રાજકુમારનાં પ્રતિનિધિ રાજકુમારને જાણ હતી કે ઘટનાનાં દિવસે શાળામાં ફક્ત રોટલી બનાવવામાં આવી હતી પરંતુ શાકભાજીની વ્યવસ્થા કરવાને બદલે તેણે પત્રકાર પવન જયસ્વાલને બોલાવ્યો, જેમણે રસોઈયા દ્વારા બાળકોને ફક્ત રોટલી અને મીઠું ખવડાવતો એક વિડિયો બનાવ્યો અને તેને ઇલેક્ટ્રોનિક મીડિયા એજન્સીને મોકલ્યો.

તે વીડિયોમાં, એક મહિલા બાળકોને રોટલી આપી રહી છે અને એક પુરુષ તેમની પ્લેટમાં મીઠું પીરસે છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાઓમાં બાળકોને કઠોળ, ચોખા, રોટલી, શાકભાજી, ફળો અને દૂધ આપવાની જોગવાઈ છે, જેથી તેઓને વધુ સારુ પોષણ મળી રહે. યોજનાની રચના એવી રીતે કરવામાં આવી છે કે દરેક બાળકને દિવસ દીઠ ઓછામાં ઓછી 450 કેલરી મળે. તેમા દરરોજ 12 ગ્રામ પ્રોટીન શામેલ હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.