Not Set/ PM રશિયાનાં પ્રવાસે રવાના, પાંચમી ઇકોનોમીક ફોરમમાં મુખ્ય મહેમાન તરીકે આપશે હાજરી

PM મોદી રશિયાની બે દિવસીય મુલાકાત માટે નવી દિલ્હીથી રશિયા જવા રવાના થયા છે. PM મોદી રશિયામાં 36 કલાક રોકાણ કરશે. આ દરમિયાન તેઓ 5 સપ્ટેમ્બરનાં રોજ પાંચમા આર્થિક મંચને મુખ્ય અતિથિ તરીકે સંબોધન પણ કરશે.આ અગાઉ વિદેશ સચિવ વિજય ગોખલેએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે PM મોદી 4 સપ્ટેમ્બરની સવારે બ્લેડિવોસ્તોક પહોંચશે […]

Top Stories India
PM મોદી રશિયાની બે દિવસીય મુલાકાત માટે નવી દિલ્હીથી રશિયા જવા રવાના થયા છે. PM મોદી રશિયામાં 36 કલાક રોકાણ કરશે. આ દરમિયાન તેઓ 5 સપ્ટેમ્બરનાં રોજ પાંચમા આર્થિક મંચને મુખ્ય અતિથિ તરીકે સંબોધન પણ કરશે.આ અગાઉ વિદેશ સચિવ વિજય ગોખલેએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે PM મોદી 4 સપ્ટેમ્બરની સવારે બ્લેડિવોસ્તોક પહોંચશે અને 5 મીએ સાંજે નવી દિલ્હી પાછા ફરશે.

મંગળવારે રશિયાની મુલાકાત લેતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે તેઓ પૂર્વીય આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા બ્લાદિવોસ્તોકની મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે પરસ્પર હિતો સંબંધિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા આશાવાદી છે.

PM મોદીએ કહ્યું કે, તેમની મુલાકાત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વૈવિધ્યીકરણ કરવાની અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે. રશિયાના આ દૂર પૂર્વીય ક્ષેત્રની મોદીની મુલાકાત પૂર્વેનાં કોઇ ફણ ભારતીય વડા પ્રધાન તરીકેની પહેલી મુલાકાત છે.

બુધવારથી શરૂ થનારી તેમની બે દિવસીય મુલાકાત માટે રવાના થતાં પહેલા વડા પ્રધાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે આપણા દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતોથી સંબંધિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના તમામ પાસાઓ પર ચર્ચા કરવા માટે આગળ જોઉં છું.

આપને જણાવી દઇએ કે, બ્લેડિવોસ્તોકમાં, PM મોદી રાષ્ટ્રપતિ પુટિનના આમંત્રણ પર મુખ્ય મહેમાન તરીકે 5 મી પૂર્વીય આર્થિક મંચની બેઠકમાં ભાગ લેશે. વડા પ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે બ્લેડિવોસ્તોકમાં 20 મી વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.