Not Set/ ગણપતિ વિસર્જન : સલમાન ખાનનો દેશી અંદાજ, ભાણેજ આહિલ સાથે કરી બાપ્પાની આરતી

મુંબઈ, બોલિવૂડમાં ગણપતિ સેલિબ્રેશને ચકચાર મચાવ્યું છે. ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યા બાદ સેલેબ્સ બાપ્પા ઢોલ અને ડાન્સ સાથે વિદાય આપી રહ્યા છે. બાપ્પા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ પધાર્યા હતા. સમગ્ર ખાન પરિવારે જોશ અને ઉત્સાહથી બાપ્પાનું સ્વાગત કર્યું હતું. હવે મંગળવારે અર્પિતાએ બાપ્પાને વિદાય આપી હતી. સલમાને ગણપતિ વિસર્જન દરમિયાન દેશી અંદાજમાં […]

Entertainment

મુંબઈ,

બોલિવૂડમાં ગણપતિ સેલિબ્રેશને ચકચાર મચાવ્યું છે. ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યા બાદ સેલેબ્સ બાપ્પા ઢોલ અને ડાન્સ સાથે વિદાય આપી રહ્યા છે. બાપ્પા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ પધાર્યા હતા. સમગ્ર ખાન પરિવારે જોશ અને ઉત્સાહથી બાપ્પાનું સ્વાગત કર્યું હતું. હવે મંગળવારે અર્પિતાએ બાપ્પાને વિદાય આપી હતી. સલમાને ગણપતિ વિસર્જન દરમિયાન દેશી અંદાજમાં ડાન્સ કર્યો હતો.

https://www.instagram.com/p/B19QrlQH_UN/?utm_source=ig_embed

અર્પિતા ખાનને ગણપતિ વિસર્જન ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. એક વીડિયોમાં સલમાન તેના ભાણીયા આહિલને ખોળામાં લઇ બાપ્પાની પૂજા કરી રહ્યાં છે. વીડિયોમાં ખાન પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/B19Ww40nzAN/?utm_source=ig_embed

આ પૂજામાં બોલિવૂડના અન્ય સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. નેહા ધૂપિયા અને અંગદ બેદી, સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ ગણપતિ બાપ્પાની આરતી કરતા જોવા મળ્યા હતા.

https://www.instagram.com/p/B19OWkun7cl/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B19eGhan8NQ/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B1-NldrgYFg/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B19bukGHGCw/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B1-NZ3-jSDd/?utm_source=ig_embed

સ્વરા ભાસ્કર, ડેઝી શાહ, વલુશા ડિસુઝા પણ ગણપતિ વિસર્જનનો ભાગ બન્યા હતા. સલમાન ખાનના ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં સલમાન ઢોલ પર નાચતો જોવા મળી રહ્યાં છે. તે બાપ્પાના રંગમાં સંપૂર્ણપણે રંગાયેલા જોવા મળી રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.