સુશાંત સિંહ રાજપૂતની આજે ડેથ એનિવર્સરી છે. સુશાંતે તેની ટૂંકી ફિલ્મી કારકિર્દીમાં 12 બોલિવૂડ ફિલ્મો કરી છે. એવી અનેક ફિલ્મો છે જેમાં તેનો લાજવબ અભિનય જોવા મળ્યો. આજે પણ તેની ફિલ્મો જોઈ તેના ચાહકોની આંખમાં આંસુ આવે છે.
સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડનો તે અનોખો હીરો છે, જેણે ખૂબ જ ઓછા સમયમાં લોકોના દિલમાં એટલી ખાસ જગ્યા બનાવી લીધી કે આ દુનિયામાંથી તેના ગયાના 4 વર્ષ પછી પણ તેના ચાહકોને લાગે છે કે સુશાંત પાછો આવશે. એક સારા પરિવારનો એક સ્માર્ટ અને સંસ્કારી છોકરો, જે એન્જિનિયરિંગ છોડીને થિયેટર તરફ વળ્યો, તે બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો, અને જ્યારે તેને ટીવી અને ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી, ત્યારે તેણે તે પૂરા જુસ્સાથી કામ કર્યું.

સુશાંતની ‘કાઈપો છે’થી લઈને ‘દિલ બેચારા’ સુધી 12 બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યો હતો, તેની ફિલ્મોમાં એવા ઘણા સંવાદો છે જે લોકોને જીવન જીવવા માટે પ્રેરિત કરે છે, પરંતુ કેટલાક એવા ડાયલોગ્સ છે જે આંખોમાં આંસુ પણ લાવી દે છે .
નિતેશ તિવારીની ‘છીછોરે’ દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી છે. આ ફિલ્મમાં સુશાંતસિંહનો યુવાન અને ટીનેઅજરના પિતા તરીકેના અભિનયે તમામને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. કૉલેજ અને હૉસ્ટેલની યાદોને તાજી કરતી આ ફિલ્મ એક જોરદાર સંદેશો પણ આપી જાય છે. જે માત્ર યુવાઓએ જ નહિં પણ તેમના માતા-પિતાએ પણ જોવી જોઈએ. મને યાદ નથી કે ઘણા લાંબા સમય સુધી બોલિવુડમાં આવી કોઈ ફિલ્મ બની હોય.
)
એમ.એસ.ધોની દ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં નિર્દેશક નીરજ પાંડ્યે ધોનીના પાત્રમાં સુશાંત સિંહની પસંદગી કરી હતી. લોકોએ ફિલ્મ જોયા બાદ સુશાંતસિંહની ભરપૂર પ્રશંસા કરતા થાકતા નથી. સુશાંત સિંહ રાજપૂતે ધોનીના પાત્રને ભજવ્યું નથી પરંતુ બખૂબી નિભાવ્યું છે. પોતાની દરેક અદાથી તે આ પાત્રને સશક્ત ન્યાય આપ્યો છે. અનુપમ ખેર, રાજેશ શર્મા, કુમુદ મિશ્રા સહિત કલાકારોએ સારો સહયોગ આપ્યો છે. ભૂમિકા ચાવલાએ પોતાના પાત્ર સારૂ નીભાવ્યું છે. ગીત સંગીત સામાન્ય છે. જો કેટલાક સારા ગીત હોત તો આ ફિલ્મ વધુ સારી છાપ છોડી શકત. બેકગ્રાઉન્ડ મ્યુઝિક અસરદાર છે અને તે ફિલ્મને વધુ પ્રભાવી બનાવવામાં મદદ કરે છે.

બોલિવૂડમાં પૂર્જન્મ પર અનેક ફિલ્મો બની છે. ડાયરેક્ટર દિનેશ વિજનની ડેબ્યુ ફિલ્મ રાબતામાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનની જોડી બહુ હિટ રહી છે. સુશાંત સિંહ રાજપૂતે કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન ધારાવાહિકથી કરી હતી. બાદમાં ફિલ્મો ખૂબ સફળતા મળી. આજના 14 જૂનના રોજ સુશાંતે તેના ચાહકો વચ્ચેથી વિદાય લીધી. સુશાંતનું મૃત્યુ આજે પણ એક રહસ્ય રહ્યું છે. જો કે મૃત્યુ પામ્યાના 4 વર્ષ બાદ પણ તેના ચાહકો સુશાંત યાદ કરે છે.
