Not Set/ ઘટાડા સાથે ખૂલ્યું શેર બજાર, પાછળથી થોડી તેજી

શેરબજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 119 પોઇન્ટ તૂટીને 36,444.27 પર આવી ગાયોચે. નિફ્ટીમાં 37 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. તે 10,760.95 ની નીચી સપાટીએ જોવા મળ્યો છે.  જો કે, બંને સૂચકાંકોમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં બુધવારે બજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. પછી થોડો વધારો જોવા મળ્યો છે. […]

Top Stories Business

શેરબજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 119 પોઇન્ટ તૂટીને 36,444.27 પર આવી ગાયોચે. નિફ્ટીમાં 37 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. તે 10,760.95 ની નીચી સપાટીએ જોવા મળ્યો છે.  જો કે, બંને સૂચકાંકોમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી છે.

શરૂઆતના કારોબારમાં બુધવારે બજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું. પછી થોડો વધારો જોવા મળ્યો છે.  મુખ્ય સૂચકાંક સેન્સેક્સ સવારે 10 વાગ્યે 32.52 પોઇન્ટ વધીને 36.596.50 પર અને નિફ્ટી લગભગ તે જ સમયે 17.75 પોઇન્ટના નજીવા વધારા સાથે 10,815.65 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સના 30 માંથી 17 શેરોમાં અને નિફ્ટીના 50 માંથી 35 શેરમાં નુકસાન જોવા મળ્યું છે. સન ફાર્માનો શેર 4.5% નીચે ગયો છે. તો  ઇન્ડસઇન્ડ બેન્કમાં 3% નો ઘટાડો જોવા મળ્યો. ટાટા મોટર્સ અને યસ બેન્ક 1.4-1.4 ટકા ઘટ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1.3% અને વેદાંતમાં 1% નું નુકસાન જોવા મળ્યું છે.

બીજી તરફ ગેઇલના શેરમાં 1.7% અને બ્રિટાનિયાએ 1.2% અને લાર્સન એન્ડ ટુબ્રોએ 1% નો વધારો કર્યો છે. એચસીએલ ટેકનો શેર પણ 1% વધ્યો. ઈન્ફોસિસના શેરમાં 0.7% અને ITC 0.6% વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.