Not Set/ NIAનો સ્ટ્રોંગ રૂમ પણ સુરક્ષીત નથી !! 1.5 કરોડની નકલી નોટ સરકાવી લેવા મામલે કોન્સ્ટેબલની કરાઇ ધરપકડ

દેશની સુરક્ષાનું ધ્યાન રાખતી દેશની સર્વેચ્ચ સુરક્ષા એજન્સી જ સુરક્ષીત ન હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે સામે આવતા સુરક્ષા એજન્સી ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ ગઇ છે. જી હા, વાત કરવામા આવી રહી છે દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીની અને તે પણ NIA – નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની. NAI ભારતની સર્વોચ્ચ એજન્સીઓમાંની એક માનવામાં આવેે […]

Top Stories India

દેશની સુરક્ષાનું ધ્યાન રાખતી દેશની સર્વેચ્ચ સુરક્ષા એજન્સી જ સુરક્ષીત ન હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે સામે આવતા સુરક્ષા એજન્સી ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ ગઇ છે. જી હા, વાત કરવામા આવી રહી છે દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીની અને તે પણ NIA – નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની. NAI ભારતની સર્વોચ્ચ એજન્સીઓમાંની એક માનવામાં આવેે છે. દેશમાં કોઇ પણ જટીલ પ્રકારના ગુનાની તપાસ NIA દ્વારા કરવામાં આવીતી હોય છે.

NIAનું નામ સાંભળતા જ ભલભલાનાં હાજા ગગડી જાય છે. આપને જણાવી દઇએ કે, આ એજ એજન્સી છે જે ભારતમાં ટેરર ફંડીંગ અને નકલી નોટ મામલે તપાસ કરી રહી છે અને કાશ્મીરમાંથી અનેક ખેરખાને આ મામલે ડબ્બે કરી દીઘા છે. ત્યારે NIA ખુદ જ સેઇફ ન હોવાનું સામે આવી રહ્યું છે.

સૂત્રોનાં  જણાવ્યા પ્રમાણે એક રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)નાં જ એક કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. કોન્સ્ટે્બલ દ્વારા અગાઉ ગુરુગ્રામનાં દરોડામાંથી જપ્ત કરાયેલી નકલી ભારતીય ચલણી નોટો કે જે NIAનાં સ્ટ્રોંગ રૂમમાં સેઇફ રાખવામાં આવી હતી, તેમાથી  રૂપિયા 1.5 કરોડની નકલી ભારતીય ચલણી નોટોની ચોરી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

આ મામલે હાલ NIA દ્વારા આ કોન્સ્ટેબલની અટકાયત કરી લોવામાં આવી છે. પરંતુ પ્રશ્ન અહીં ગુના સામે પગલા લેવા કે ઝડપથી ગુનેગારની એટકાયત કરી લેવાની નથી. પરંતુ સુરક્ષાની છે કે, દેશની સર્વોચ્ચ એજન્સીનાં સ્ટ્રોંગ રૂમ પણ દેશમાં સુરક્ષીત નથી તો બીજુ શું સુરક્ષીત છે તે સમજી શકવા જેવી વાત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.