Not Set/ અમદાવાદ : અમરાઈવાડીમાં મકાન થયું ધરાશાયી, કાટમાળ નીચે દટાયા લોકો, બેનાં મોત

અમદાવાદ, અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટના અમરાઇવાડી વિસ્તારની બંગાલાવાળી ચાલીમાં બની છે. આ અકસ્માતમાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી હતી. જેમથી 5 લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.જ્યારે બેનાં મોત થયું હોવાની માહિતી હાલ મળી રહી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટના અમરાઇવાડી વિસ્તારની બંગાલાવાળી ચાલીમાં બની છે. આ અકસ્માતમાં 10 જેટલા લોકો દટાયા હોવાની આશંકા સેવાઇ રહી હતી. જેમથી 5 લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.જ્યારે બેનાં મોત થયું હોવાની માહિતી હાલ મળી રહી છે.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે

આપને જણાવી દઈએ કે બંગલાવાળી ગલીમાં આવેલું આ જર્જરીત મકાન એકાએક ખરા બપોરે ધસી પડ્યું હતું. આ મકાન જ્યાં આવેલું છે એ ગલી સાંકડી હોવાથી રાહત કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.