Not Set/ અમદાવાદ : દરિયાપુરમાં એકાએક મકાન થયું ધરાશાયી, 24 કલાકમાં આ બીજી ઘટના

અમદાવાદ, ગઈ કાલે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા હતા, હજુ તો આ ઘટને 24 કલાક પણ નથી થયા ત્યારે ફરી એક વાર અમદાવાદમાં મકાન ધરાશાયી થવાની બીજી ઘટના દરિયા પૂરની સામે આવી છે. જણાવીએ કે આજે વહેલી સવારે એક બંધ મકાનની આગળનો ભાગ એકાએક ધરાશાયી થઈ ગયો છે.જો કે આ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

ગઈ કાલે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા હતા, હજુ તો આ ઘટને 24 કલાક પણ નથી થયા ત્યારે ફરી એક વાર અમદાવાદમાં મકાન ધરાશાયી થવાની બીજી ઘટના દરિયા પૂરની સામે આવી છે.

જણાવીએ કે આજે વહેલી સવારે એક બંધ મકાનની આગળનો ભાગ એકાએક ધરાશાયી થઈ ગયો છે.જો કે આ ઘર બંધ હોવાને કારણે કોઇ જાનહાની થઈ નથી. અહીં પડેલો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.

એસ્ટેટ વિભાગે આ ઘટનાની જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમણે સમગ્ર કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ઘરી હતી. આ મકાન ઘણું જ જર્જરિત હાલત હતું. જો કે સદનસીબે મકાન બંધ હતું એટલે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ મકાન નીચે ઊભેલી રિક્ષા પર કાટમાળ પડતાં રિક્ષાને નુકશાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.