જ્યારથી ટ્રાફિકનાં નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે ત્યારથી જનતામાં તેને લઇને રોષ પ્રકટ થઇ રહ્યો છે. આ નવા નિયમોને લઇને રાજકોટમાં આંદોલનનાં મંડાણ થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અહી નાગરિક સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.

આ ધરણા પ્રદર્શન ફરજીયાત હેલ્મેટ પહેરવુ અને વાહન વિમાનાં કાયદા સામે કરવામા આવી રહ્યો છે. આ સાથે પંચાયત ચોકમાં લોકો દ્વારા ધરણા શરૂ કરવામા આવ્યા છે. આપને જણાવી દઇએ કે, રાજકોટનાં જિલ્લા પંચાયત ચોકથી પસાર થતા 80 ટકા વાહનો હેલ્મેટ પહેર્યા વિના લોકો ચલાવી રહ્યા છે. લોકો વિરોધ હવે મુક્ત રીતે કરી રહ્યા છે.

નાગરિક સંઘર્ષ સમિતિનું માનવુ છે કે આ એકદમ કાળો કાયદો છે, નાગરિકોની વાતોને માનવામાં આવતી નથી. નાગરિકો જે રીતે વિરોધ કરી રહ્યા છે, તેને પણ સરકાર દ્વારા સાંભળવામાં આવતો નથી. ધરણા પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવુ છે કે આમા ઘણા અતાર્કિક નિયમો છે જેમ કે હેલ્મેટ ન પહેરવુ, વિમા ન હોવો. સાથે તેમણે કહ્યુ કે, આવા નવા નિયમોથી કોઇએ પણ ડરવાની જરૂર નથી. જો તમારા ઘરે મેમો આવે છે તો તેને ફાડી નાખવો, સાથે કોઇનાથી તમારે ડરવાની જરૂર નથી.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
