આમ તો કહેવાય છે કે ભાદરવો એટ્લે બીમારીની ઋતુ, પરંતુ વરસાદ ખેચતા આ વર્ષે ભાદરવામાં પણ મેઘ મહેર યથાવત છે. ઠેર ઠેર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદની સાથે વિવિધ રોગો એ પણ માથું ઉચક્યું . હાલ માં જ વડોદરા ખાતે લેપટોસ્પાયરોસિસનો કેસ જોવા મળ્યો હતો, જેમાંય કૉંગો ફીવરે તો કાળો કેર વરતાવ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર કૉંગોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.
આમદવાદની SVP હોસ્પીટલમાં સુરેન્દ્રનગરની મહિલાના મોતથી શરૂ થ્યેલો કૉંગો નો કહેર સમવાનું નામ નથી લઈ રહ્યો. રાજીના વિવિધ જિલ્લામે કૉંગો ફીવર નાકેસ રોજ બરોજ નોધાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને ભાવનગર બાદ કૉંગો એ મધ્ય ગુજરાતના આણંદ ખાતે ડોકયુ કરી રહ્યું છે.
વડોદરાની ગોત્રી ખાતે આવેલી જીએમઇઆરએસ હોસ્પીટલમાં શનિવારે સવારે એક બાળકનું (ઉ. 7 ) મોત થયું હતું. આ બાળકનું મોત કૉંગો ફીવર નકારનેઠયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ બાળકને પહેળ આણંદ જિલ્લાના ખંભાતની હોસ્પીટલમાં દાખલ કરવામાવ્યો હતો. ત્યથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના મોત ને પગલે હોસ્પીટલમાં તાત્કાલિક અસરથી કૉંગો માટે એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
