Not Set/ કપિલ શર્માનાં શો માં ક્રિષ્નાએ લીધી દેઓલ પરિવારની ક્લાસ, જુઓ વીડિયો

દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી તેમના પૌત્ર કરણ દેઓલની ‘પલ પલ દિલ કે પાસ’ નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ સંબંધમાં, ધર્મેન્દ્ર પ્રખ્યાત ટીવી શો ધ કપિલ શર્મા શો માં પહોંચ્યા હતા. જ્યા સની અને કરણ પણ તેમની સાથે હાજર હતા. દરમિયાન કૃષ્ણાએ દેઓલ પરિવાર ત્રણેય પેઢીની નકલ ઉતારવામાં બાકી રાખી નહોતી. શો દરમિયાન […]

Uncategorized

દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી તેમના પૌત્ર કરણ દેઓલની ‘પલ પલ દિલ કે પાસ’ નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ સંબંધમાં, ધર્મેન્દ્ર પ્રખ્યાત ટીવી શો ધ કપિલ શર્મા શો માં પહોંચ્યા હતા. જ્યા સની અને કરણ પણ તેમની સાથે હાજર હતા. દરમિયાન કૃષ્ણાએ દેઓલ પરિવાર ત્રણેય પેઢીની નકલ ઉતારવામાં બાકી રાખી નહોતી.

Image result for the kapil sharma show deol family

શો દરમિયાન કૃષ્ણાએ સની દેઓલની એક્ટિંગ કરી હતી. ત્યારબાદ કરણ અને ધર્મેન્દ્રની પ્રતિક્રિયા જોવા જેવી હતી. કપિલનાં શો માં સપના બનનારા ક્રિષ્નાએ સની દેઓલ વિશે કરણને કહ્યું હતું કે, તમારા પિતા તમને ડાયલોગ ડિલિવરી શીખવશે, એક્શન સ્ટંટ શીખવશે પણ તમે ડાન્સ કોની સાથે શીખશો, મારી પાસે તેનો ઇલાજ છે તતેવુ કહેતા ક્રિષ્નાએ તેના મામા ગોવિંદાનું નામ લેતા કહ્યુ કે, તે તમને ડાન્સ શીખવશે.

https://www.instagram.com/tv/B2FAdEUHtkY/?utm_source=ig_web_copy_link

ક્રિષ્નાનાં આ સવાલનો જવાબ આપતી વખતે કરણ કહે છે કે ડાન્સ મને ગોવિંદા શીખવશે. જે પછી સની દેઓલ પણ ત્યાં હાજર ઓડિયન્સ સાથે હસવા લાગે છે.

આપને જણાવી દઈએ કે, સની દેઓલનાં પુત્ર કરણની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસ આ વર્ષે 20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી સહર બાંબા પણ છે, જેની આ પહેલી ફિલ્મ છે. હાલમાં દેઓલ પરિવાર પણ પ્રેક્ષકો સાથે આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.