Not Set/ અચ્છા આમ ભણે છે ગુજરાત !! 10 નાપાસે 4 મહિના 11માં ઘોરણમાં કર્યો અભ્યાસ

દેશ અને રાજ્ય સરકાર શિક્ષણ અને શિક્ષકોનું સ્તર સુધારવા લોખોનું આંધણ કરી રહી છે. પરંતુ હજુ પણ સિસ્ટમમાં એવા લોકો છે જ, જેનો નિયમ તે જ જુનો છે કે, “તમે ગમે તે કરો પરંતુ હમ નહીં સુધરેંગે” ભણશે ગુજરાત તો તરશે ગુજરાત અને અનેક સ્લોગનો આપી સરકાર એક તફર ભણતરને અને વિદ્યાર્થીઓને પ્રોસ્તાહિત કરવાની વાતો […]

Top Stories Gujarat Others

દેશ અને રાજ્ય સરકાર શિક્ષણ અને શિક્ષકોનું સ્તર સુધારવા લોખોનું આંધણ કરી રહી છે. પરંતુ હજુ પણ સિસ્ટમમાં એવા લોકો છે જ, જેનો નિયમ તે જ જુનો છે કે, “તમે ગમે તે કરો પરંતુ હમ નહીં સુધરેંગે” ભણશે ગુજરાત તો તરશે ગુજરાત અને અનેક સ્લોગનો આપી સરકાર એક તફર ભણતરને અને વિદ્યાર્થીઓને પ્રોસ્તાહિત કરવાની વાતો કરે છે, ત્યારે આ જ શિક્ષણ વિભાગના એવા તે છબરડા સામે આવે છે કે, જનાત પણ પોકારી ઉઠે છે – “અચ્છા આમ ભણે છે ગુજરાત !!” 

જી હા, આવો જ એક વિચીત્ર કિસ્સો ધાનેરામાંથી સામે આવ્યો છે. ધાનેરાની એક શાળામાં  ધો. 10ની નાપાસ વિદ્યાર્થીને ધોરણ 11માં પ્રવેશ અપાયો હતો. પ્રવેશ તો અપાય ગયો પણ વિદ્યાર્થીનીએ ધો. 11 માં ચાર મહિનાં અભ્યાસ પણ કર્યો હતો. આ ઘટના બની છે. લઘુમતી દરજ્જો ધવાતી ધનેરાની ડી.બી પારેખ હાઇસ્કૂલમાં. ધો.11માં વિદ્યાર્થીનીએ 4 મહિના અભ્યાસ કર્યો  અને કરી રહી હતી. પરંતુ શિષ્યવૃત્તિનું ફ્રોમ ભરતાં આ આખો છબરડો બહાર આવ્યો હતો.

શિષ્યવૃત્તિનું ફ્રોમે સમગ્ર કૌભાંડ બહાર પાડી દેતાની સાથે જ વિદ્યાર્થીને સ્કૂલમાં કાઢી મૂકાઈ છે. આટલું ઓછું હોય તેમ શાળાનાં આચાર્યને આ મામલે પુછવામાં આવતા આચાર્યશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે અને આ સમગ્ર મામલે કંઇપણ કહેવા કે જણાવવા સ્પષ્ટ ઇન્કાર પણ કરી દીધો છે. ત્યારે ગુજરાતનાં શિક્ષણ, શિક્ષક, શાળા અને આચાર્ય સહિત સમગ્ર સિસ્ટમ સામે આંગળી ચીંધતા લોકો કહી રહ્યા છે  – “અચ્છા આમ ભણે છે ગુજરાત !!” 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.