Not Set/ અમેરિકાએ ISIS પર આક્રોશ ઠાલવ્યો, ઇરાકનાં અડ્ડા પર ઝીંક્યા 36 હજાર કિલો તોતીંગ બોમ્બ

અમેરીકા અને ISISની અફઘાનિસ્તાન માટેની શાંતી મંત્રણા પડી ભાંગતા, અને ISIS દ્વારા આનું પરિણામ અમેરીકાએ ભોગવુ પડશે જેવા આકરા ઉચ્ચારણ કરવામાં આવતા. અમેરીકાએ પોતાનો આક્રોશ ISIS પર ઠાલ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમેરીકી સેના દ્વારા કુખ્યાત આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા એરફોર્સે આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ ઈરાકમાં કાર્યવાહી શરૂ […]

Top Stories World

અમેરીકા અને ISISની અફઘાનિસ્તાન માટેની શાંતી મંત્રણા પડી ભાંગતા, અને ISIS દ્વારા આનું પરિણામ અમેરીકાએ ભોગવુ પડશે જેવા આકરા ઉચ્ચારણ કરવામાં આવતા. અમેરીકાએ પોતાનો આક્રોશ ISIS પર ઠાલ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમેરીકી સેના દ્વારા કુખ્યાત આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા એરફોર્સે આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ ઈરાકમાં કાર્યવાહી શરૂ કરી છે અને ISISનાં આતંકી ઠેકાણાને 40 – 40 ટનનાં લેઝર ગાઇડેડ બોમ્બ વડે નિશાન બનાવ્યા છે.

અમેરીકી એરફોર્સ દ્વારા આ હુમલો ઇરાક પાસેનાં કનાસ ટાપુ પર કરવામાં આવેલો છે. આપને જણાવી દઇએ કે, ઈરાકનાં મધ્યમાં ટિગરિસ નદીનાં ક્ષેત્રમાં આ કનાસ ટાપુ આવેલો છે. આ સ્થળ ISISનાં ગઢ રહેલા મોસુલથી માત્ર 80 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલો છે. ટાપુ પર જેહાદીઓને છૂપાવવા માટે ISIS એ ખાસ પ્રકારનાં બન્કરો બનાવ્યા છે. આ જગ્યાઓનો ખાતમો કરવા માટે અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી.

અમેરીકી એરફોર્સનાં ઓપરેશનની માહિતી આપતા કર્નલ માયલ્સ બી કેગિન્સે ટ્વીટ પર બોમ્બ બાઇડીંગ સમયનો ફોટો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, સંક્રમિત ટાપુમાં જ્યારે અમેરિકાની એરફોર્સ 36 હજાર કિલો બોમ્બ ફેંકે, ત્યારે આવો નજારો હોય છે. લેઝર ગાઇડેડ બોમ્બ ફેંકાયા ત્યારે ધડાકા બાદ ધુમાડાના ગોટા ઉડ્યા હતા અને જાણે સફેદ વૃક્ષોની હારમાળા હોય તેવું દ્રષ્ય સર્જાયું હતું.  આ ટાપુ પર ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલે છે.

અમેરીકી એરફોર્સ દ્વારા ચાલુ હમલે વચ્ચેજ હવામાં પ્લેનમાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું. જેની તસવીર અમેરિકાની એરફોર્સે શેર કરી છે. બોમ્બ ફેંકવા માટે અમેરિકાએ F-15 અને F-35 સ્ટીલ્થ જેટની મદદ લીધી હતી. સ્ટીલ્થ જેટ પ્લેનની રચના એવી હોય છે કે ત રડાર કે ઇન્ફ્રારેડ મોજાનું પરાવર્તન અટકાવી દે છે અને આસાનીથી દુશ્મનોની પકડમાં આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.