કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને દિલ્હીની વિશેષ અદાલતની વિદેશ યાત્રા માટે પરવાનગી મળી છે. મની લોન્ડરિંગ કેસમાં તેને અગાઉથી આગોતરા જામીન મળી ચૂક્યા છે.
વાડ્રા વ્યવસાયિક હેતુથી વિદેશ પ્રવાસ કરવા માંગે છે. જેને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે વાડ્રાને 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે સ્પેનની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. તેને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે કોર્ટે વાડ્રાની અરજી પરનો ચુકાદો શુક્રવારે બપોરે બે વાગ્યા સુધી અનામત રાખ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તેમની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. લંડનમાં 19 લાખ પાઉન્ડની મિલકતની ખરીદી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં વાડ્રા તપાસનો સામનો કરી રહ્યા છે.
A special court in Delhi allows Robert Vadra's application seeking permission to travel abroad. He has been granted anticipatory bail in a money laundering case. (file pic) pic.twitter.com/dhz5DowqMZ
— ANI (@ANI) September 13, 2019
આ અગાઉ જૂન મહિનામાં કોર્ટે વાડ્રાને આરોગ્યના કારણોસર છ અઠવાડિયા માટે યુ.એસ. અને નેધરલેન્ડ જવાની મંજૂરી આપી હતી, પરંતુ બ્રિટન જવાની મંજૂરી આપી ન હતી. ઇડીને ડર હતો કે બ્રિટન મોકલવામાં આવે તો વાડ્રા પુરાવાઓનો નાશ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
