Not Set/ અરવલ્લી : માલપુરમાં મકાન થયું ધરાશાયી, એક મહિલાનું ઘટના સ્થળે મોત

અરવલ્લી, રાજ્ય મકાન ધરાશાયી થવાનો સીલસિલો હજુ પણ યથાવત છે. અમદાવાદ, રાજકોટ અને સુરત બાદ હવે અરવલ્લીમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં એક મહિલાનું મોત નીપજયું છે. આપને જણાવી દઈએ કે અરવલ્લીમાં આવેલા માલપુરના પરસોડામાં એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું સ્થળ પર […]

Top Stories Gujarat Others

અરવલ્લી,

રાજ્ય મકાન ધરાશાયી થવાનો સીલસિલો હજુ પણ યથાવત છે. અમદાવાદ, રાજકોટ અને સુરત બાદ હવે અરવલ્લીમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં એક મહિલાનું મોત નીપજયું છે.

આપને જણાવી દઈએ કે અરવલ્લીમાં આવેલા માલપુરના પરસોડામાં એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજયું છે.

ઉલ્લેખની છે કે આ કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા મહિલા દુર્ઘટનાનો ભોગ બની હતી. માલપુર તાલુકામાં ભારે વરસાદના પગલે કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન