POKના હાજીપુર સેક્ટરમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન તેમના સૈનિકોના મૃતદેહને લઈ જતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં, પાકિસ્તાની સૈનિકો હાથમાં સફેદ ધ્વજ લઈને જોવા મળી રહ્યા છે, જે દોરડાની મદદથી તેમના સૈનિકોના મૃતદેહ લઈ રહ્યા છે. યુદ્ધવિરામના ભંગ બાદ ભારતના જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
આ તસવીરમાંથી પાકિસ્તાનનો શરમજનક ચહેરો પણ સામે આવ્યો છે. જે પાકિસ્તાનને કેરન સેક્ટરમાં POK કાશ્મીરી સૈનિકોના મૃતદેહોને લાવારિસ છોડી દીધા તે હાજીપુર સેક્ટરમાંથી પંજાબી સૈનિકોના મૃતદેહને લઈ જવા માટે સફેદ ઝંડો સાથે આવ્યા હતા.
#WATCH Hajipur Sector: Indian Army killed two Pakistani soldiers in retaliation to unprovoked ceasefire violation by Pakistan. Pakistani soldiers retrieved the bodies of their killed personnel after showing white flag. (10.9.19/11.9.19) pic.twitter.com/1AOnGalNkO
— ANI (@ANI) September 14, 2019
આ પહેલા કેરન સેક્ટરમાંથી એક સમાચાર સામે આવ્યા હતા જેમાં બોર્ડર પર માર્યા ગયેલા 5 પાકિસ્તાની કમાન્ડોની લાશ જોવા મળી હતી. આ 5 કમાન્ડો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ પાકિસ્તાન ભારતના આ દાવાને નિષ્ફળ કરી લીધો હતો.
પાકિસ્તાને સૈનિકોની હત્યાના સમાચારને નકારી દીધા હતા. તે જ સમયે, સૈનિકોએ પણ મૃતદેહો લેવાની ના પાડી હતી. પહેલીવાર ફોટાઓ જાહેર થયા બાદ પાકિસ્તાનના જૂઠાણાની પોલ ખૂલી ગઈ હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
