Not Set/ ‘કોમન સિવિલ કોડ’નો મુદ્દો ફરી એકવાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે ચર્ચામાં

કોમન  સિવિલ કોડનો મુદ્દો ફરી એકવાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપેલા નિર્ણયમાં કહ્યું છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હજી સુધી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. જ્યારે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં ઘણી વાર કહ્યું છે. જસ્ટીસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરુધની ખંડપીઠે તેના […]

Top Stories India

કોમન  સિવિલ કોડનો મુદ્દો ફરી એકવાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપેલા નિર્ણયમાં કહ્યું છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હજી સુધી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. જ્યારે સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં ઘણી વાર કહ્યું છે. જસ્ટીસ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરુધની ખંડપીઠે તેના ચુકાદામાં કહ્યું કે ગોવા એ ભારતનું એક એવું રાજી છે જ્યાં કોમન સિવિલ કોડ લાગુ છે, મર્યાદિત અધિકારો સિવાય તમામ ધર્મોને ધ્યાનમાં લીધા વગર. ખંડપીઠે સંપત્તિ વિવાદના કેસમાં આ ટિપ્પણીઓ કરી હતી. ખંડપીઠે કહ્યું કે પોર્ટુગીઝ સિવિલ કોડ, 1867, ગોવા રાજ્યમાં લાગુ છે, જે વારસો અને વારસોના અધિકારને પણ સંચલિત કરે છે. જ્યારે ભારતમાં ગોવા સિવાય આવો કોઈ કાયદો લાગુ નથી.

દેશમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા નથી, પર્સનલ લૉને  સુધારવાની જરૂર છે: લો કમિશન

ઉલ્લેખનીય છે કે  આ ટિપ્પણી એટલા માટે કરી હતી કે, ટ્રિપલ તલાક બિલ ભાજપ સરકાર પાસ કરાવી ચૂકી છે. અને કોમન સિવિલ કોડ પણ ભાજપના એજન્ડા માં સામેલ છે.  ગત મોદી સરકાર માં પણ આ અંગે સર્વ સમ્મતિ માટે લૉ કમિશન બનાવવામાં આવ્યું  હતું. જેને પોતાનો રિપોર્ટ પણ સરકાર ને સોપયો હતો. પરંતુ વિપક્ષના ભારે હંગમાં પછી સરકારે  પાછીપાની કરવી પડી હતી. પરંતુ બીજા કાર્યકાળમાં મોદી સરકારે ટ્રિપલ તલાક બિલ પાસ કારવી લીધું છે. એટ્લે જ શક્ય છેકે, સ્ક્નિ આ ટિપ્પણી બાદ સરકાર ફરી એકવાર કોમન સિવિલ કોડ અંગે પણ ફરી વિચાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન