Not Set/ અસમ : પોલીસનું જોવા મળ્યુ રાક્ષસીકૃત્ય, પોલીસ સ્ટેશનમાં ત્રણ બહેનોને કરાઇ નિર્વસ્ત્ર, એકનું થયુ ગર્ભપાત

આસામનાં દારાંગ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. અહીંનાં એક પોલીસ સ્ટેશનમાં એક સગર્ભા સ્ત્રી અને તેની બે બહેનોને કથિત રીતે નિર્વસ્ત્ર કરવામા આવી અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા પેટમાં લાત મારવાને કારણે સગર્ભા સ્ત્રીને લોહી નીકળવા લાગ્યુ હતું અને આ ટોર્ચરનાં કારણે […]

Top Stories India

આસામનાં દારાંગ જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. અહીંનાં એક પોલીસ સ્ટેશનમાં એક સગર્ભા સ્ત્રી અને તેની બે બહેનોને કથિત રીતે નિર્વસ્ત્ર કરવામા આવી અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ અધિકારી દ્વારા પેટમાં લાત મારવાને કારણે સગર્ભા સ્ત્રીને લોહી નીકળવા લાગ્યુ હતું અને આ ટોર્ચરનાં કારણે તેણે પોતાનું બાળક ગુમાવ્યું હતું. આ ઘટના 8 સપ્ટેમ્બરનાં રોજ બની હતી અને મંગળવારે 17 સપ્ટેમ્બરનાં રોજ તે સામે આવી હતી.

Image result for police station three women naked in assam

આ પ્રકારનાં કથિત ટોર્ચર બાદ સગર્ભા સ્ત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગર્ભપાતને કારણે તેણે પોતાનું બાળક ગુમાવ્યું હતું. સુત્રોનાં જણાવ્યા અનુસાર, દારાંગ જિલ્લા પોલીસે અપહરણનાં મામલે 8 સપ્ટેમ્બરની રાત્રીએ ગુવાહાટીમાં સિક્સમિલ વિસ્તારથી ત્રણ બહેનોને ઉઠાવી અને તેમને બુરહા પોલીસ ચોંકી લઇ ગયા.

Image result for police station three women naked in assam

દારાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષકને 10 સપ્ટેમ્બરનાં રોજ કરવામાં આવેલી ફરિયાદમાં પીડિતોએ આરોપ લગાવ્યો છે કે પોલીસની ટીમ તે ત્રણેયને તેમના ઘરેથી ઉઠાવી ગયા હતા. ફરિયાદમાં તેણે કહ્યું કે તેને બુરહા પોલીસ ચોંકી લઈ જવામાં આવ્યા, જ્યાં આખી રાત તેમની પર શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. તેટલુ જ નહી તેમને નિર્વસ્ત્ર પણ કરવામાં આવી હતી.

Image result for police station three women naked in assam

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ‘અમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીએ અમારા ખાનગી ભાગોને પણ સ્પર્શ કર્યો હતો. પોલીસ અધિકારીએ તેની પિસ્તોલ બતાવી અને અમને ધમકી આપી અને તેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરવા જણાવ્યું હતુ. આ કેસમાં અસમ પોલીસે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બુરહા પોલીસ ચોકીનાં પ્રભારી અધિકારી અને એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.