ગુજરાત રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી સુધારા સાથે એમવી એક્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સરકા દ્વારા પૂરી પાડવામાં આવતી રોડ અને રસ્તાની સગવડ કોઈજ સુધારા કરવામાં આવ્યા નથી. આખા ગુજરાત માં,આ રોડ અને રસ્તાની સ્થિતિ એક જ સરખી તૂટેલી ખાડા ટેકરા વાળી કે વખૂટી ગયેલ ડામર વાળી જોવામાં આવી રહી છે. સરકાર પોતાના દ્વારા કરવામાં આવતી કોઈજ પ્ર્કરની સગવડ માટે જાગૃત નથી પરંતુ ઉલટાની મહા મોંઘા દંડની રકમ ગુજરાતનાં વાહન ચાલકો પાસે થી વસૂલવાની યોજના બનાવી છે. તૂટેલા રોડ અને રસ્તાને લઈને ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ટ્વીટર પર રોડ અને રસ્તાને લઈને કેટલાક ટ્વીટ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ હવે, ગુજરાત કોંગ્રેસનાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ નિયમનોને લઈને સરકાર સામે પોતાનો રોષ વિકટ કર્યો છે. અને આ આકરા દંડ વધારા ને સંપૂર્ણ નાબૂદ કરવાની માંગ કરી છે. તો સાથે સાથે જૂના વાહનોને પીયુસી માંથી બાકાત રાખવાની પણ માંગ કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, હાલ તો લોકો મંદીની માર નો સામનો કરી રહ્યા છે, અને પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ ઘણા વધી ગયા છે. ત્યાં લોકો ને આ મોઘવારીમાં પોતાની પરસેવાની કમાણી ટ્રાફિક ના દંડ રૂપે આપવી કોઈ પણ સંજોગોમાં પોષાય તેમ નથી.
આટલીળી મોટી માત્રમાં કરેલા દંડની રકમ દ્વારા, આ સરકાર આજે ફરીથી પગપાળા યાત્રા કે બળદગાડા ફેરવવા પર લઈ જઇ રહી છે. લગામ વગરની સરકાર રોજગારી આપવામાં આપવામાં આતો સદંતર નિષ્ફળ નીવડી છે પરંતુ તેની સામે લોકો ના ખીસામાં થી દંડ ની મસ મોટી રકમ લઈને લોકોના ખીસા ખાલી કરાવી રહી છે.
જો તાત્કાલિક આ અંગે કોઈ નિર્ણય નહાઈ લેવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં, સવિનય કાનૂન ભાંગના કાડા હેઠળ રાજ્યના દરેક જિલ્લા મથકે MV એક્ટ હેઠળ જલદ કાર્યક્ર્મ પણ યોજવાનું કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
