Not Set/ લો…બોલો …!! મહિલા સફાઇ કર્મચારી કાઢી આપે છે ECG  : જામનગર, જી.જી. હોસ્પિટલ

અંધેર નગરી ગન્ડુ રાજા, ટકા શેર ભાજી ટકા શેર ખાજા… બધે જ ભ્રષ્ટાચાર મઝા મૂકી રહ્યો છે. વાત સાચી પરંતુ જ્યારે વાત માનવ જીવન ની આવે ત્યારે પણ…? નવાઈ ઉપજાવે તેવી વાત છે. વાત છે જામનગરની જી જી હોસ્પિટલ ની. જામનગરની જી.જી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓની સારવાર ડોકટરો નહીં પરંતુ સફાઇ કામદારો […]

Top Stories Gujarat Others

અંધેર નગરી ગન્ડુ રાજા, ટકા શેર ભાજી ટકા શેર ખાજા… બધે જ ભ્રષ્ટાચાર મઝા મૂકી રહ્યો છે. વાત સાચી પરંતુ જ્યારે વાત માનવ જીવન ની આવે ત્યારે પણ…? નવાઈ ઉપજાવે તેવી વાત છે. વાત છે જામનગરની જી જી હોસ્પિટલ ની. જામનગરની જી.જી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.

દર્દીઓની સારવાર ડોકટરો નહીં પરંતુ સફાઇ કામદારો કરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જો સફાઇ કામદાર પેશન્ટને કોઇ ખોટી દવા આપી દે તો જીવનું જોખમ પણ રહેલું છે. જી.જી. હોસ્પિટલના સ્કીન વિભાગમાં રોજ 300 જેટલા દર્દીઓને સ્કિન સ્પેશ્યાલિસ્ટની ખૂરશી પર બેસીને સફાઇ કામદારો ચકાસણી કરે છે. આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે જામનગરની જી જી હોસ્પિટલમાં ડોકટરની અછત છે.જેથી સફાઇ કામદારો દર્દીઓની સારવાર કરી રહી છે. તો મેડીસીનના ઓપીડીમાં સફાઇકામ કરતી વૃધ્ધા ઇ.સી.જી. કાઢતી હોવાનું પણ વિડીયો માં દેખાઈ રહ્યું છે.

હાલ તો આખી હોસ્પિટલ સફાઈ કર્મચારીને હવાલે હોય તેવું દેખાઈ રહ્યું છે.  સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની જામનગરની જી.જી. હોસ્પિટલની અવદશા સુધારવામાં આવે તેવી માંગ ઉઠી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.