પારકા ઝગડામાં પરોપકાર કરી વચ્ચે પડી બનેં પક્ષને સમજાવાનું ભાજપનાં સક્રિય કાર્યકર્તાને ભારે પડ્યું. કોઇ દુશ્મીની ન હોવા છતાં ઉશ્કેરાહટમાં ઝગડો કરી રહેલામાંથી એક પક્ષનાં ચાર-પાંચ શખ્સો ભાજપનાં સક્રિય કાર્યકર્તા અને તેના પુત્રને છરીનાં આડેધડ ઘા મારી દીધા. ઉશ્કેરાહટમાં મારવામાં આવેલા છરીનાં ઉપરા છાપરી ઘા ભાજપનાં સક્રિય કાર્યકર્તા માટે જાન લેવા સાબિત થયા અને સારવાર દરમિયાન ભાજપનાં સક્રિય કાર્યકર્તાનું મોતની પજ્યું. કાર્યકર્તાનાં પુત્રની હાલત પણ ગંભીર છે અને તે હાલ સારવાર નીચે હોસ્પિટલમાં છે.
વાત જાણે એમ છે કે, અમદાવાદના જમાલપુર દરવાજા પાસે આવેલી હજીરાની પોળમાં રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ સંકળાયેલા હતા અને બીજેપીનાં સક્રિય સિનિયર કાર્યકર્તા હતા. ગઇરાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરની બહાર બે પક્ષનાં લોકો વચ્ચે બબાલ ચાલતી હતી. જેને લઈને રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ ભાઈ વચ્ચે સમાધાન કરાવવા પડ્યા હતા. તેમનો પુત્ર પણ વચ્ચે પડી લોકોને છોડાવતો હતો. તેવામાં પાંચ લોકોએ રાજુભાઇ અને તેના પુત્રને આડેધડ છરીના ઘા છાતીમાં મારતા બંને રોડ પર લોહીલુહાણ હાલતમાં સપડાયા.
બનાવ બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ ભાઈ શેખ નું મોત નીપજ્યું. ઘટના બાદ તપાસ કરતા આ ઘટનાને અંજામ આપનારા અન્ય કોઈ નહિ પણ કુખ્યાત ખાન સાયકલની ટોળકીના સભ્યો હતા. આરોપી અનસ સલીમખાન પઠાણ, સોહેલ બાબુભાઇ ટાયરવાળા, પરવેઝ ગુલાલખાન પઠાણ, રસીદ ખાલીદભાઈ અને ફેસલ ગનીભાઈ એ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું. જોકે હત્યા પાછળ કોઈ જ કારણ ન હતું. પણ બબાલ માં બાપ દીકરો વચ્ચે પડ્યા હતા જેથી તેમને છરી મારી દીધી હતી.
હાલ આ કેસમાં તમામ આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. બીજીતરફ સરકારે આ લુખ્ખાઓને કડક સજા થાય તે માટે માંગ કરી છે. ત્યારે ખાન સાયકલ ગ્રુપના સભ્યો ફરી વિવાદમાં આવી ગયા છે. ખાન સાયકલ ગ્રુપના સભ્યો અગાઉ પણ મારામારી, હત્યા જેવા અનેક ગુનાઓ આચરી ચુક્યા હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
