માર્ચ એન્ડીંગ તેમજ હોળી ધૂળેટીના તહેવારને લઈને આવતી રજાઓ હોવાથી તેમજ માર્ચ એન્ડીંગમાં વેપારીઓને આખા વર્ષના હિસાબો મેળવવાના હોઈ મહુવા APMC દ્વારા આવતીકાલથી ૪ દિવસ માર્કેટયાર્ડનું તમામ કામ કાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:શરદ પવાર અને પ્રફુલ પટેલની અચાનક ગુજરાત મુલાકાતથી ખળભળાટ
માર્ચ મહિનામાં તમામ વેપારીઓ તેમજ નાના વેપારીઓ આખા વર્ષનું વેપારનું સરવૈયું તેમજ વેપારમાં કેટલો નફો થયો અને કેટલું નુકશાન થયું તેનો પણ આંકડો માર્ચ મહિનામાં મેળવતા હોય છે. ત્યારે હોળી ધૂળેટીની રજાઓ આવતી હોઈ વેપારીઓ હિસાબો સેટ કરવામાં લાગી ગયા છે. મહુવા APMC તારીખ ૨૮ થી ૩૧ માર્ચ ૪ દિવસ માર્કેટયાર્ડ બંધ રાખવાનું જણાવ્યું છે. તેમજ મહુવા APMC માં હોળી-ધૂળેટી પર્વ અને માર્ચ એન્ડીંગની રજાને પગલે માર્કેટયાર્ડ બંધ રહેશે તેમજ માર્કેટયાર્ડમાં તમામ પ્રકારની હરાજી પણ બંધ રહેશે. તેમજ ૧ લી એપ્રિલથી માર્કેટયાર્ડમાં હરાજી શરૂ થશે.
