કાશ્મીરની મુલાકાત લીધા બાદ કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદે બુધવારે કહ્યું કે મેં વિશ્વમાં ક્યાંય પણ વહીવટ તંત્રનો આવો આતંક જોયો નથી. અહીં(કાશ્મીર) લોકશાહી જેવી કોઈ વસ્તુ નથી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાનાં વિરોધ પક્ષાનાં નેતા આઝાદે જમ્મુમાં કહ્યું હતું કે કાશ્મીરીઓમાં જેટલી નિરાશા અને કટોકટી છે, જમ્મુની સ્થિતિ પણ એવી જ છે. શાસક પક્ષના 100-200 લોકો સિવાય કોઈ ખુશ નથી.
જો કે SC દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આઝાદ પોતાની કાશ્મીર મુલાકાત દરમ્યાન સંયમથી વર્તશે અને કોઇ પણ રાજકીય ગતી વિધી નહીં કરી શકે. દેખાવો, મળાવડો અને સરધસો કે વિરોધ પ્રદર્શન કરવાની કે ભાગ લેવાની મનાઇ સાથેની કેટલીક પૂર્વ શરતોને આધિન વર્તવાની શરતોએ છુટ આપવામાં આવી હતી.
Former Jammu and Kashmir CM and Congress leader Ghulam Nabi Azad in Jammu after his visit to Kashmir: The amount of despair & distress that is present in Kashmir&Kashmiris, the same is the situation in Jammu. Except 100-200 people of the ruling party, nobody is happy. pic.twitter.com/Ni3yh95x4o
— ANI (@ANI) September 25, 2019
