સુરતમાં હમણાં જ થોડા દિવસો પૂર્વે એક ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બની હતી, અને 23 જેટલાં નિર્દોષ બાળકો તેમાં હોમાઈ ગયાં હતા. ત્યાર બાદ ગુજરાત ફાયર વિભાગ સફાળું જાગ્યું હતું. અને તમામ ખાનગી ટ્યુશન કલાસીસ અને શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક બનાવ્યા હતા.

છતાય કોઈ જગ્યાએ છેડે ચોક નિયમોનો ભંગ કરવામાં આવે જ છે અને માસૂમ બાળકોની જિંદગી સાથે રમત કરવામાં આવે છે. ત્યારે સુરત ફાયર વિભાગે આ અંગે ખૂબ જ સરસ કામગીરી કરી અને શાળાઓને ફર સેફ્ટી અંગે નોટિસ પાઠવવામા આવી હતી. પરંતુ કેટલીક શાળા સંચાલકોએ આંખ આડા કાન કર્યા હતા.
જે અનુલક્ષીને ફાયર વિભાગ દ્વારા આવી તમામ શાળાઓને રાત્રિના સમયે સીલ મરવામાં આવ્યા હતા. જેમાં ચોક બજાર વિસ્તારમાં આવેલ સર જે જે સ્કૂલ ને પણ સીલ મારવામાં આવ્યું હતું. સવારે સ્કૂલમાં બાળકો અને સ્ટાફ આવીને પરત ફર્યો હતો. સ્કૂલ ને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ના આભાવને લઈ નોટિસ પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા રાત્રી દરમ્યાન સુરત શહેરની 5 જેટલી અન્ય સ્કૂલોને પણ ફર સેફ્ટીના અભાવે સીલ મરવામાં આવ્યું છે. જેમાં સર જે જે સ્કૂલ, સિંગાપોર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય, વેડ રોડ પીઆર આવેલી મારુતિ વિદ્યલાય, લોક ભારતી સ્કૂલ, અને ડુમસ રોડ પર આવેલ સી વી ભંડારી સ્કૂલોમાં ફર વિભાગ દ્વારા સીલ મરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
